વડોદરા નજીક પંચવટી કેનાલમાંથી માનવ કંકાલના અવશેષ મળ્યા

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી પસાર થતી પંચવટી કેનાલમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઇ છે. કેનાલમાં મહિલાનો મૃતદેહ બહાર કાઢતી વખતે ફાયર બ્રિગેડને માનવ કંકાલના અવશેષો મળ્યા હતા. હત્યા બાદ પૂરાવા નાશ કરવા કોથળામાં લાશ ભરી કેનાલમાં ફેકી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ કંકાલ શેખ બાબુના હોવાની પોલીસને આશંકા છે. માનવ કંકાલના અવશેષો મળ્યાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. માનવ કંકાલના અવશેષોની FSL તપાસ કરવામાં આવશે, ત્યાર બાદ ખબર પડશે

વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનના ચકચારી શેખ બાબુ હત્યા કેસમાં શેખ બાબુની લાશ શોધવા માટે ગાંધીનગર CID ક્રાઇમે ફાયર બ્રિગેડ અને SDRFની મદદથી બે વખત છાણી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે લાશ કે કંકાલ કશુ મળ્યું નહોતુ. ઉલ્લેખનિય છે કે, 10 ડીસેમ્બર 2019ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના LRD પંકજ સહિત ત્રણ પોલીસ કર્મીઓ શેખ બાબુને ટીપી-13 વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલિન PI, PSI અને 4 LRDએ શેખ બાબુને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર્યો હતો. જેમાં શેખ બાબુનુ મોત થયું હતું. જેથી પોલીસકર્મીઓએ મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દીધો હતો.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર