દેશના જવાનોને યાદ રાખી તહેવારમાં એક દીવો તેમના માટે પ્રગટાવો, વડાપ્રધાનની અપીલ

દેશ માટે બલિદાન આપનાર શહીદો તેમજ સરદાર પટેલને કર્યા યાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના માધ્યમથી દેશનું સંબોધન કર્યું હતું. મન કી બાત કાર્યક્રમનો આ 70મોં ભાગ છે ત્યારે આજે દશેરાના અવસર પર પ્રધાનમંત્રીએ દશેરાની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

વડાપ્રધાને કહ્યું હતું, આ મહામારીના સમયમાં ઘણા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવામાં આવ્યા જેમ કે વાર્ષિક મેળાઓ બંધ રાખવામાં આવ્યા, ગણપતિના જાહેર પંડાલ બંધ રાખવામાં આવ્યા, ગજરાતમાં નવરાત્રીના ગરબા બંધ રાખવામાં આવ્યા, રાવણ દહન અને રામલીલા જેવા અનેક તહેવારોની સામુહિક ઉજવણી બંધ રાખી બધા જ તહેવારોને સંયમ સાથે ઉજવ્યા છે અને હજુ પણ ઘણા તહેવારો આવના બાકી છે જેમ કે ઈદ, શરદ પૂનમ, વાલ્મિકી જયંતી, દિવાળી અને ભાઈબીજ જેવા દરેક તહેવારમાં આપડે સંયમથી જ કામ લેવાનું છે.

સાથે જ પ્રધાનમંત્રીએ તહેવારોની સીઝનમાં બજારમાં ખરીદી કરતા સમયે સ્વદેશી વસ્તુને વધારે પ્રોત્સાહન આપીને લોકલ માટે વોકલ થવા જણાવ્યું હતું. 

પીએમ મોદીએ સૈનિકોને યાદ કરતા કહ્યું કે ‘જેમના પુત્ર પુત્રીઓ આજે સરહદે છે તેમના પરિવારોના ત્યાગને પણ હું નમન કરું છું. દરેક એ વ્યક્તિ કે જે દેશ સાથે જોડાયેલી કોઈ ને કોઈ જવાબદારીના કારણે પોતાના ઘરે નથી અને પરિવારથી દૂર છે, હું હ્રદયપૂર્વક તેમનો આભાર પ્રગટ કરું છું.’

તેમણે વધુમાં કહ્યું કે ‘આપણે ઘરમાં એક દીવો, ભારતમાતાના આ વીર પુત્ર પુત્રીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનો છે. હું મારા વીર જવાનોને પણ કહેવા માંગુ છું કે તમે ભલે સરહદે હોવ પરંતુ આખો દેશ તમારી સાથે છે. તમારા માટે કામના કરી રહ્યો છે.’ 

કાર્યક્રમ દ્વારા પીએમ મોદીએ સરદાર પટેલને પણ યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ થોડા દિવસ બાદ સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરના રોજ આપણે બધા રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવીશું. 

તેમણે કહ્યું કે જરા એ લોહ પુરુષની છબીની કલ્પના કરો જેઓ રજવાડાઓ સાથે વાત કરતા હતા, પૂજ્ય બાપુના જન આંદોલનનું મેનેજમેન્ટ કરતા હતા, આ સાથે જ અંગ્રેજો સાથે લડાઈ  લડી રહ્યા હતા અને આ બધા વચ્ચે તેમની સેન્સ ઓફ હ્રુમર પૂરેપૂરા રંગમાં હતી. બહુ ઓછા લોકો તમને જોવા મળશે જેમના વ્યક્તિત્વમાં એક સાથે અનેક તત્વ હોય. વૈચારિક ઊંડાઈ, નૈતિક સાહસ, રાજનૈતિક વિલક્ષણતા, કૃષિ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન અને રાષ્ટ્રીય એક્તા પ્રત્યે સમર્પણ ભાવ. 

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર