જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને આવ્યો હાર્ટ એટેક, ICUમાં દાખલ

કોરિયોગ્રાફર-એક્ટર રેમો ડિસૂઝાને આવ્યો હાર્ટ અટેક, હાલ ICUમાં દાખલ

જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર રેમો ડિસૂઝાને હાર્ટ એટેક આવતા મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર અહમદ ખાને આ વાતની પુષ્ટી કરી હતી. રેમો અહમદ ખાનના 6 વર્ષ સુધી ડાન્સ આસિસ્ટન્ટ પણ રહી ચૂક્યો છે.

હાલમાં રેમોની પત્ની લિઝ ડિસૂઝા તેની પાસે હોસ્પિટલમાં છે. એન્જિયોગ્રાફી થઈ ગઈ છે. રેમો હાલમાં આઈસીયૂમાં દાખલ છે.

તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ચારેકોરથી ફેન્સ દ્વારા પ્રાથનાઓ કરવામાં આવી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ જણાવ્યું કે હાલ રેમો ધીમે ધીમે રિકવર કરી રહ્યા છે અને તેમની તબિયત સુધારા પર છે.

ફિલ્મો ઉપરાંત રિયાલિટી શૉઝમાં પણ જજ તરીકે નિયમિતપણે દેખાતા રેમો ડિસૂઝાએ છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ વર્ષની શરૂઆતે રિલીઝ થયેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર હતાં. રેમોના નામે ડિરેક્ટર તરીકે રેસ-3, અ ફ્લાઇંગ જટ્ટ, ABCD-2 જેવી ફિલ્મો બોલે છે. તેને ‘બાજીવા મસ્તાની’ ફિલ્મના ‘દીવાની મસ્તાની’ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે. 46 વર્ષીય રેમોના પરિવારમાં પત્ની લિઝેલ અને બે દીકરા ધ્રુવ અને ગેબ્રિયેલ છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર