September 19, 2021
September 19, 2021

રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું – અમિત ચાવડા

સીએમ તરીકે રૂપાણીએ ગુજરાતમાં કઈ કામ કર્યું નથી – હાર્દિક પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ વિજય ભાઈ રુપાણીના રાજીનામા બાદ પોતાનું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું છે કે, ભાજપ સરકારમાં ગુજરાતીઓ હાડમારીનો સામનો કરી રહ્યા છે, નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું છે.

પરેશ ધાનાણીએ કહ્યું, ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રુપાણીનો ભોગ લેવાયો.  ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલાવાદ થવાની આશંકા ગુજરાત સરકાર તાળી અને થાળીમાં વ્યસ્ત રહી હતી. 

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સીએમ તરીકે રૂપાણીએ ગુજરાતમાં કઈ કામ કર્યું નથી. હવે એક વર્ષ ચૂંટણીની આડે છે. જો તેમને સીએમ બદલવા હતા તો પહેલાં બદલી નાંખત પરંતુ આવા સમયે સીએમનું એકાએક રાજીનામું ઘણા બધા સંકેત કરી જાય છે. હાર્દિકે લોકોનો ગુસ્સો ઓછો કરવા અને તેમને ખુશ કરવા માટે સીએમને હટાવ્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હાલ ગૂપચૂપ સરકાર અને નેતાઓને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે બીજેપી સીએમને બદલીને બહાનું બતાવશે. પરંતુ લોકો મુરખ નથી, લોકો રાજ્યમાં કામ ન થયું તેની ગણતરી માંગશે ત્યારે ભાજપ કહેશે કે હાલ સીએમ નવા છે. તેમણે ઉત્તરાખંડમાં પણ આજ કામ કર્યું છે. કર્ણાટકમાં પણ કર્યું અને હવે ગુજરાતમાં ચૂંટણી પહેલા સીએમને હટાવી દીધા.

નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.

આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ધારાસભ્ય દળના નેતા નક્કી કરવામાં આવશે. ત્યારે હવે આવતી કાલે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ જશે. નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.

 17 ,  1