અમદાવાદ : પતિને દુર કરી બનાવી દીધું ‘ડેથ સર્ટિ, વિમા કંપનીમાંથી મેળવી લીધા 18 લાખ

ક્રાઇમ બ્રાન્ચે મરણનો દાખલો આપનાર ડોક્ટર સહિત મહિલાની કરી ધરપકડ

જીવતા વ્યકિતનું મરણસર્ટી બનાવી વિમાની રકમ મેળવી લોવાનું કૌભાંડ આચનાર મહિલા સહિત એક શખ્સની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મહિલાએ પોતાના પતિનું બનાવટી મરણસર્ટી બનાવી મળતિયાઓ સાથે મળી કાવતરૂ રચી વિમાની માતબર રકમ મેળવી લીધી હતી. આ મામલે મહિલાના પતિ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતા ૪૮ વર્ષીય નિમેષભાઈ મરાઠીએ પરિવારના લાભ માટે એક કંપનીનો જીવન વીમો ઉતરાવ્યો હતો. જે વિમાનુ પ્રિમીયમ તેઓ ભરતા હતા. ત્રણેક વર્ષ પહેલાં નિમેષભાઈની પત્ની નંદાએ તેઓને જણાવ્યું કે, હાલ તેમની પાસે કોઇ કામ ન હોવાથી મકાનનું ભાડું પોસાય તેમ નથી. બાદમાં નંદાએ તેના પતિ નીમેષભાઈને મધ્ય પ્રદેશ ખાતે વતન જવાનું કહ્યું હતું.

નંદાએ પતિ નિમેશભાઈને જણાવ્યું કે, તે તેની દીકરીના ઘરે રહેશે અને બોલાવે ત્યારે પરત આવજો અને તમને તમારો ખર્ચો હું મોકલી આપીશ. ત્યારબાદ નિમેષભાઈ ત્રણેક મહિના જેટલું મધ્યપ્રદેશમાં રોકાયા હતા અને ત્રણ મહિના બાદ અમદાવાદ આવતા તેમની પત્નિ નંદાએ તેમની સાથે રાખવાનીના પાડી દીધી હતી અને ઝઘડો કરી નીમેષભાઈને ઘરમાંથી કાઢી મુક્યા હતા. બાદમાં નિમેષભાઈ રોડ ઉપર રખડતા હતા અને મજૂરી કરી પોતાનું પેટ ભરી ફૂટપાથ પર સૂઈ જતા હતા.

થોડા સમય બાદ તેઓને વાતો વાતથી ખબર પડી કે, તેમની પત્નિ નંદાએ તેમનું મરણ સર્ટીફીકેટ બનાવી વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી તેની આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી છે. જેથી નિમેષ ભાઈએ આ બાબતે જન્મ-મરણ વિભાગ ખાતે જઇ તપાસ કરતા તેઓને જાણવા મળ્યું કે, વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેમનું મરણ સર્ટિફિકેટ બની ગયું હતું. જેથી તેઓને પાક્કી શંકા ગઈ હતી કે, તેમની પત્નીએ નિમેષભાઈનું મરણ સર્ટીફીકેટ બનાવી વીમા કંપનીમાં આપી વીમાની રકમ મેળવી લીધી હતી.

આ બાબતે નિમેષભાઈએ તેમની પત્નીને પૂછપરછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને ઝઘડો કરી ફરીથી તેમને ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેથી નિમેષભાઈની પત્ની નંદાએ કોઈ વ્યક્તિની મદદથી જીવન વીમાની રકમ મેળવવા કાવતરું રચી ખોટી રીતે મરણ સર્ટીફીકેટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વીમાની પોલિસી મેળવી નિમેષભાઈ સાચે છેતરપિંડી વિશ્વાસઘાત કરતાં તેઓએ આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. જેમાં ફરિયાદીના પત્ની નંદાબેનએ પૈસાની લાલચે સરદારનગર ખાતે રહેતા રવિન્દ્ર કોડેકર તથા સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ડો.હરીકૃષ્ણ સોનીએ સાથે મળીને આ કાવતરૂ રચ્યું હતું. ડો.હરીકૃષ્ણ સોનીએ નંદાના પતિનો ખોટો મરણનો દાખલો કાઢી આપ્યો હતો. જે નંદાએ મરણનો દાખલો બીરલા સન લાઇફ તથા ફ્યુચર ઇન્ડિયા નામની કંપનીમાં જાહેર કરી વિમાની પોલીસીની રકમ આશરે સાડા અઢાર લાખ જેટલી રકમ મેળની લીધી હતી.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડોક્ટર હરીકૃષ્ણ સોની તેમજ ફરિયાદીની પત્ની નંદાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે વોન્ટેડ રવિન્દ્ર કોડેકરને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 86 ,  1