તેરી મેહરબાનિયા.. શ્વાનના ખુલ્યા નસીબ, ખર્ચાયા 24 લાખ

એક શ્વાન માટે આખુ વિમાન ચાર્ટર કરવામાં આવ્યુ, જાણો શું છે મામલો

ઘણા ધનિકોને કૂતરા પાળવાનો શોખ હોય છે અને તેમના ઘરમાં કૂતરાઓ પણ સામાન્ય માણસને ઈર્ષા આવે તેવી દોમ દોમ સાહેબી ભોગવતા હોય છે. ઓસ્ટ્રેલિયાના એક દંપતિએ તો ન્યૂઝીલેન્ડમાં ફસાયેલા પોતાના પાળેલા કુતરાને પાછુ લાવવા માટે એક ખાનગી વિમાન ભાડે કર્યુ હતુ અને આ માટે 24 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો.

આ દંપતિ ક્રિસમસ પહેલા પોતાના શ્વાનને કોઈ પણ હિસાબે ઘરે લાવવા માંગતુ હતુ.કોરોનાન નિયમો અને ફ્લાઈટ રદ થઈ હોવાથી કૂતરુ ન્યૂઝીલેન્ડમાં ફસાયેલુ હતુ.એ પછી કુતરાના માલિક ટેશ કોર્બિન અને તેની ફિઆન્સી ડેવિડ ડેનેસે યોજના બનાવી હતી.

ડેનેસ પણ ન્યૂઝીલેન્ડમાં હતી અને તે કૂતરા વગર પાછી જવા માંગતી હતી.એ પછી ખબર પડી હતી કે, પ્રાઈવેટ જેટ ભાડે કરીને પાછુ જઈ શકાય તેમ છે.જોકે કુતરા માટે તેને વધારાના 24 લાખ રુપિયા ખર્ચ કરવા પડ્યા હતા.

કુતરાના માલિક ટેશ કાર્બિનનુ કહેવુ છે કે, પૈસા મહત્વ નથી રાખતા પણ ક્રિસમસ પહેલા તેઓ ઘરે આવે તે જરુરી છે. હું ઈચ્છુ છે કે અમે સાથે સેલિબ્રેશન કરીએ.

જોકે ટેશની ફિઆન્સ અને કુતરાને પાછા આવ્યા બાદ થોડા દિવસ માટે આઈસોલેશનમાં રહેવુ પડશે. જોકે ક્રિસમસ સુધીમાં આ સમયગાળો પુરો થઈ જવાનો છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી