‘તમામને સમાન હક મળવો જોઈએ..’ ગાંધી આશ્રમ ખાતે રિપીટર વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન

પરીક્ષા રદ્દ કરો, અમને પણ માસ પ્રમોશન આપો – વિદ્યાર્થીઓની માંગ

અમદાવાદમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે ગાંધી આશ્રમ ખાતે  મોરચો માંડ્યો છે. પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ સરકાર સામે દેખાવો કર્યો હતો. ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે 100 થી વધુ વિદ્યાર્થીઓ અને  વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા હતા. વિરોધ કરી રહેલા શિક્ષક અજય વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી. તેમજ અન્ય કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી ટોળું વિખેરવામાં આવ્યું હતું. 

ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ગાંધી આશ્રમ ખાતે એકઠા થયા હતા. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે એવી માગ સાથે તેઓ એકઠા થયા હતા. જોકે વિદ્યાર્થીઓને ચર્ચા કરતા ગાંધી આશ્રમમાં પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષક અને વિદ્યાર્થી નેતા એવા અજય વાઘેલાએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ. એમનો જે હક્ક છે એ મુજબ એમને ન્યાય મળવો જોઈએ. સમાનતાના અધિકાર હેઠળ, વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ યોગ્ય નથી. તો બીજી તરફ, વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમને પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળવું જોઈએ. ત્રીજી લહેરનો ભય છે, એવામાં પરીક્ષા હાલ યોજવી યોગ્ય નથી. 

 64 ,  1