રિપોર્ટ કાર્ડ : ક્યોકી મૈ જુઠ નહી બોલતા-બે વર્ષમા ટ્રમ્પના 8000થી વધુ જુઠાણા પકડાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના જૂઠા દાવા અને ખોટા નિવેદનોને લઈ અનેકવાર ચર્ચામા રહે છે. હવે તેઓએ કાશ્મીર મુદ્દાને લઈ એક જૂઠો દાવો કર્યો છે જેને લઈને તેમની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે.ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની અરજ કરી હતી. ટ્રમ્પના આ નિવેદન પર વિવાદ થયા બાદ વ્હાઇટ હાઉસને પણ તેની પર સફાઈ આપવી પડી છે.

ભારતે આ નિવેદનને પાયાથી ફગાવી દીધો છે.આમ પણ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી 8,158 વાર ખોટું કે ગેરમાર્ગે દોરનારા દાવા કરી ચૂક્યા છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે. અમેરિકન અખબાર ‘વોશિંગટન પોસ્ટે’ જાન્યુઆરીમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના બે વર્ષ પૂરા થતાં આવો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

‘વોશિંગટન પોસ્ટ’ના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળના પહેલા વર્ષે દરરોજ સરેરાશ લગભગ 6 વાર ગેરમાર્ગે દોરનારા દાવા કર્યા, જ્યારે બીજા વર્ષે તેઓએ ત્રણ ગણી ઝડપે દરરોજ આવા લગભગ 17 દાવા કર્યા.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી