બેભાન વ્યક્તિને ખભા પર ઉપાડીને બચાવ્યો જીવ, Video થયો વાયરલ

મહિલા ઇન્સપેક્ટરની થઇ રહી છે પ્રશંસા

તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં મહિલા પોલીસ કર્મીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચેન્નઇના ટીપી છત્રમ વિસ્તારમાં એક કબ્રસ્તાનમાં બેભાન થઇને પડેલા એક વ્યક્તિને ભારે વરસાદ વચ્ચે બચાવનારા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીનો વીડિયોની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

વીડિયોમાં મહિલા પોલીસ કર્મી તે વ્યક્તિને ખભા પર ઉંચકીને લઇને જતા જોઇ શકાય છે અને એક રીક્ષામાં બેસાડી હોસ્પિટલ પહોંચાડે છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીના આ નિસ્વાર્થ કાર્ય માટે તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ચેન્નઇ પોલીસ કમિશનર શંકર જિવાલે કહ્યું કે રાજેશ્વરી હંમેશા આ રીતે જ કામ કરે છે. આજે તેણે એક વ્યક્તિને ખભા પર ઉંચકીને હોસ્પિટલ પહોંચાડવામાં તેની સહાયતા કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ચેન્નઇ સહિત તમિલનાડુના ઘણા ભાગોમાં હાલ જોરદાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે આખુ શહેર પાણીમાં ડૂબી ગયું છે. ગુરૂવારે સવારે ભારે વરસાદની વચ્ચે મહિલા ઇન્સપેક્ટર ઇ. રાજેશ્વરીને ફોન પર સૂચના મળી હતી કે શહેરના ટીપી ચતર્મ વિસ્તારમાં એક વ્યક્તિ ઝાડ નીચે દબાઇ જતાં મોતને ભેટ્યો છે. 

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી