રિઝર્વ બેંકે 2020માં અધધ.. 42 હજાર કિલો સોનું ખરીદ્યું..

ભારતની રિઝર્વ બેન્ક પાસે કુલ ૬૯૫ ટન સોનું જમા પડયું છે…

દેશના ફોરેકસ રિઝર્વના સ્તરને વધારવા રિઝર્વ બેન્ક ડોલરની ખરીદીની સાથોસાથ સોનાની પણ નોંધપાત્ર ખરીદી કરી રહી છે. ગયા નાણાં વર્ષમાં આરબીઆઈએ કુલ ૪૨ ટન સોનાની ખરીદી કરી હતી. ૩૧મી માર્ચ ૨૦૨૧ના અંતે રિઝર્વ બેન્ક પાસે કુલ ૬૯૫ ટન્સ સોનું જમા પડયું હતું જેનું કુલ મૂલ્ય ૩૩.૮૦ અબજ ડોલર હતું.

માર્ચ ૨૦૨૦ના અંતની સરખામણીએ આ મૂલ્ય ૩.૩૦ અબજ ડોલર વધુ રહ્યું હતું, એમ આરબીઆઈ દ્વારા ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ને સુપરત કરાયેલા આંકડા પરથી જણાય છે. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં સોનાની ખરીદી કરનારી વિશ્વની કેન્દ્રીય બેન્કોમાં પ્રથમ સ્થાને તુર્કીની કેન્દ્રીય બેન્ક બાદ આરબીઆઈ બીજી મોટી બેન્ક રહી હતી, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

 20 ,  1