અમદાવાદ : નિકોલમાં 10 કિલો ચાંદીની લૂંટનો ઉકેલાયો ભેદ, જવેલર્સના કર્મચારીએ જ રચ્યું હતું ષડ્યંત્ર

ક્રાઇમબ્રાંચે ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ

ત્રણ દિવસ પહેલા નિકોલમાં થયેલ ચાંદીના દાગીનાની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. જવેલર્સમાં કામ કરતો કર્મચારીને દેવું થઈ જતા મિત્રો સાથે લૂંટ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં ભાંગી પડતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.

શહેરના નિકોલ વિસ્તારમાં 16 ઓક્ટોમ્બરના રોજ મોડી રાત્રે અર્હમ જવેલર્સના કર્મચારી સંકેત ખટીકને 10 કિલો ચાંદીના દાગીના ભરેલો બેગ એક્ટિવામાં આવેલ 3 લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે ફરિયાદી સંકેત ખટીકની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડ્યો અને લૂંટ કરવાનો પ્લાન સંકેત જ બનાવ્યો હોવાનું સામે આવ્યું. જે બાદ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે લૂંટના મુદ્દામાલ સાથે નિલેશ ખટીક અને સતીષ ઠાકોર નામના બે આરોપીની ધરપકડ કરી હતી.

લૂંટનું તરકટ રચનાર આરોપી સંકેત ખટીક ઓનલાઇન રમી રમવામાં દેવું થઈ ગયું હતું. જે બાદ 10મી ઓક્ટોમ્બર રોજ આરોપી સંકેત ઉર્ફે ચીન્ટુએ મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવવા પ્રેમદરવાજા ઈદગાહ સર્કલ પાસે ભેગા થયા હતા. બાદમાં 16મી ઓક્ટોમ્બર રોજ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું..જેથી આરોપી સંકેત ખટીક માણેકચોકથી ચાંદીના દાગીનાનો માલ સેંલીગ કરવા નિકોલ પહોંચ્યો ત્યાં તેના મિત્રોને ફોન કરી જાણ કરી દીધી.

સંકેત જે રોડ પર ઉભો હતો ત્યાં મિત્રોને બોલાવી લૂંટનું તરકટ કર્યું હતું એ રીતે આરોપી નિલેશ, સતીષ અને શિવો એક જ એક્ટિવા પર નિકોલ સત્યમ પ્લાઝા રોડ પર રોગ સાઈડ પર ગયા અને આરોપી શિવાએ મરચું કાઢી નિલેશ આંખમાં નાખી ચાંદીનો માલ લઈ ફરાર થઈ ગયા હોવાનું આખું ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં ફરિયાદી જ સંકેત માસ્ટર માઈન્ડ હતો. જો કે ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ આરોપીની પૂછપરછ સામે આવ્યું કે આરોપીઓ દેવું થઈ હોવાથી તમામ લોકો લૂંટના પ્લાનમાં જોડાયા હતા.

ક્રાઇમ બ્રાંચે 3 આરોપી પાસે 9.500 કિલો ચાંદીનો 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, અન્ય એક ફરાર શિવા નામનો આરોપી પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી