મહેસાણામાં સળગેલી હાલતમાં મળેલી યુવતીની લાશનો ઉકેલાયો ભેદ

માતાના પ્રેમીએ કરી દીકરીની હત્યા, ફરવા લઈ જવાના બહાને સળગાવીને મારી નાંખી

મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી યુવતીની લાશ મળવાનો મામલામાં આખરે હત્યારો ઝડપાઇ ગયો છે. મહેસાણા પોલીસે 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં મૃતક યુવતીની માતાના પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માતાનો પ્રેમી યુવતીને ફરવાના બહાને લઈ ગયો હતો. જેના બાદ તેણે હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી. ત્યારે મહેસાણા પોલીસે ચાણસ્માથી હત્યારાને ઝડપી જેલ હવાલે કરી વધુ તજવીજ હાથ ધરી છે.

મહેસાણાના નગર સુવિધા સર્કલ બ્રિજ નીચે 30 નવેમ્બરના રોજ અજાણી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવા એડીચોટીનુ જોર લગાવ્યુ હતું. માત્ર 48 કલાકમાં મહેસાણા પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. મૃતક યુવતીની હત્યા તેની  માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોશીએ હત્યા કરી હોવાનુ ખુલાસો થયો છે. તે યુવતીને ફરવાના બહાને મહેસાણા લાવીને હત્યા બાદ સળગાવી હોવાનું સામે આવ્યું છે. યુવતીને હથોડાના ક્રૂર ઘા મારીને હત્યા કરી હોવાનો તેણે ખુલાસો કર્યો હતો. 

પોલીસેને મહેસાણાના નગર સુવિધા સર્કલ બ્રિજ નીચે 30 નવેમ્બરના રોજ અજાણી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી હતી. આ યુવતી 18 થી 20 વર્ષની હતી. પોલીસે તેની ઓળખ મેળવવા માટે ચારે દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા હતા. વિવિધ પોલીસ સ્ટેશનમાંથી મિસિંગ છોકરીઓની માહિતી મેળવી હતી. જેમાં સામે આવ્યુ કે, સિદ્ધપુરમાં એક ગુમ યુવતીની અરજી આવી છે. જેથી પોલીસે અરજી કરનારની માહિતી મેળવીને તેના ઘર સુધી પહોંચી હતી. યુવતીના હાથમાં એક વીંટી અને એક ઘડિયાળથી પરિવારજનોએ તેની ઓળખ કરી હતી. જેથી હત્યાનો સમગ્ર ભેદ ખૂલ્યો હતો. 

તપાસમાં ખૂલ્યુ કે, આરોપી પરેશ જોશી મૂળ ચાણસ્માનો છે. તે મૃતક યુવતીની માતા સાથે સંબંધ ધરાવતો હતો. પરેશ પ્રેમિકાની દીકરીને ફરવાના બહાને મહેસાણા લઈ આવ્યો હતો. તે તેને ખારી બ્રિજ નીચે લઇ જઇ હથોડીના 16 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ તેની લાશને સળગાવી નાખી હતી.

પોલીસે તપાસ કરતા જાણ્યું કે, ચાણસ્માનો રહેવાસી પરેશ જોષી આ યુવતી સાથે છેલ્લે જોવા મળ્યો હતો. જેથી પોલીસની શંકા તેના તરફ પ્રબળ બની હતી. 

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી