September 26, 2022
September 26, 2022

પ્રતિભાવ: “અચૂક દર્શન કરીએ છીએ રથયાત્રાના…”, Video

અમદાવાદમાં આજે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળી છે. નગરના નાથ એવા ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.

જમાલપુર ઉપરાંત બીજા પણ અલગ અલગ વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી રહી છે. મંદિરોમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે, એક અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નેટડાકિયા ડોટ કોમ દ્વારા ભાવિક ભક્તજનોને મળીને રથયાત્રા પર્વ અંગેના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે અત્રે પ્રસ્તુત છે.

શાહપુર ખાતે દર વર્ષે રથયાત્રાના પાવન પર્વે પ્રસાદની સેવા આપતા સેવાભાવી ભક્તજન અજય બોરાણાના જણાવ્યા મુજબ, “અમારો આખો પરિવાર દર વર્ષે રથયાત્રા નિમિત્તે મગ, જાંબુ અને ચોકલેટના પ્રસાદના વ્યવસ્થાપનનું કાર્ય કરે છે. આ સેવાકાર્યમાં આ વર્ષે અમારા પરિવારની ચોથી પેઢી ઉત્સાહપૂર્વક જોડાઈ છે.”

તો બીજા એક ભક્ત મીનાબેનના જણાવ્યા મુજબ, “અમે લોકો મૂળ વિરમગામના છીએ પરંતુ અમદાવાદની રથયાત્રાના દર્શનનો આનંદ જ અનેરો હોય છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે અમે અચૂક રથયાત્રાના દર્શન કરીએ છીએ.” આ ઉપરાંત અન્ય ભક્તજનોએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને દર વર્ષે રથયાત્રાના દર્શન માટે આવીશું તેમ જણાવ્યું હતું.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી