ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાતમાં નિયંત્રણો વધુ હળવા

અમદાવાદ સહિત 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂમાં વધુ 1 કલાકની રાહત…

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન મળતા સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે જેના પગલે કેટલાય દેશો પ્રતિબંધો લાદી રહ્યા છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાના નહીંવત કેસ રહ્યા છે અને દિવાળીના તહેવારો બાદ પણ સંક્રમણ પણ કાબૂમાં છે ત્યારે રાત્રિ કર્ફ્યૂને લઈને સરકાર મોટો નિર્ણય લીધો છે. રાજ્યના 8 મનપામાં રાત્રિ કર્ફ્યુમાં વધુ 1 કલાકની રાહત આપવામાં આવી છે. હવેથી રાત્રિ કર્ફ્યું 1 વાગ્યાથી લઈ સવારના 5 વાગ્યા સુધી એટલે કે માત્ર 4 કલાક પૂરતું જ રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું છે. આ નવી ગાઈડલાઈન અમદાવાદ સહિત 8 મનપામાં 1 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી અમલી રહેશે.

આ સિવાય સરકાર દ્વારા રાત્રિના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટોને ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં 400 વ્યક્તિઓની છૂટ યથાવત રખાઈ છે પરંતું આવા પ્રસંગો દરમિયાન તમામ લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધેલા હિતાવહ રહેશે. વધુમાં લગ્ન માટે ડિજિટલ પોર્ટલ પર નોંધણીની જોગવાઈને પણ યથાવત રાખવામાં આવી છે. આ સિવાય અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.

WHO એ જાહેર કરી ચિંતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં ખતરાને ખૂબ જ ગંભીર શ્રેણીમાં રાખ્યું છે અને WHO એ કહ્યું છે કે આ સંક્રમણ હવે આખી દુનિયામાં ખૂબ જ તેજીથી ફેલાઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારોમાં આ નવા વેરિયન્ટથી તબાહી પણ આવી શકે છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 13 દેશોમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ સામે આવી ચૂક્યા છે, એવામાં ભારત આફ્રિકાના દેશોમાં વેક્સિન સહિતની મદદ કરવા માટે આગળ આવ્યું છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી