પરિણામ LIVE: મોરબીના નારણકા ગામે દેરાણી, જેઠાણીને હરાવીને ભત્રીજી ભાણીબેનનો ભવ્ય વિજય

જાણો કયા ગામમાંથી કયા સરપંચ વિજેતા? એક જ ક્લિક પર..

ગુજરાતમાં 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઇ ધીમે ધીમે પરિણામ આવવા માંડ્યા છે. બીજી તરફ સવારથી મત ગણતરી કેન્દ્ર પર સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ ગામોમાં સરપંચ પદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે.

અમરેલી ફતેપુર ગ્રામ પંચાયતની મતગણતરીમા સરપંચના બન્ને ઉમેદવારોને મળ્યા એક સરખા મત મળતા પડી ટાય, ચિઠ્ઠી ઉછાળી ક્રીશ્ના બેન જગદીશભાઈ પરમારને વિજેતા જાહેર કરાયા.

મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી, જેઠાણી અને ભત્રીજી વચ્ચે ચૂંટણીનો જંગ, ભત્રીજી ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી સરપંચ પદે 175 મતે વિજેતા

કરજણના અટાલિમાં હાર્દિક પટેલની જીત
લીંબડીના ઘનશ્યામપરમાં કાંતુબેન રોકીયાની જીત
કરજણના ફતેપુરમાં હર્ષાબેન પટેલની જીત
નખત્રાણાના બીબરમાં કંકુબેન જાડેજાની જીત
લીંબડીના જાળિયાળામાં સવિતાબેન રોજાસરાની જીત

શિનોરના અંબાલીમાં શીતલબેન પટેલની જીત
વાઘોડિયાના અડીરનમાં સવિતાબેન નાયકની જીત
તારાપુરના ટોલમાં મીનાબેન સોલંકીની જીત
મુન્દ્રાના પ્રાગપરમાં હરશી સિચની જીત
બોટાદના મોટી વિરવામાં લીલીબેન વિઠાણીની જીત
ગઢડાના હામાપરમાં પ્રેમજી બાવળિયાની જીત

ગાંધીનગરના છાલા ખાતે આવેલા કાનપુર ગામના સરપચ તરીકે ગીતાબેન રાકેશભાઈનો વિજય થયો છે. 444 મતોથી તેઓએ જીત હાંસલ કરી છે.

નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા 10 મતથી પરાજિત થયા છે. પતિ પરાજિત થતાં પત્ની આઘાતમાં સરી પડી હતી અને બેભાન થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

રામનગર ગામે બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા સરપંચ 16 મતે વિજેતા

વલસાડના ઠક્કરવાડામાં સરપંચ પદે હનીબેન પટેલ વિજેતા બન્યાં.

ભાવનગરના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા થયાં.

દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા.

અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા.

પાટણના હનુમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટથી વિજેતા. જેઓ છેલ્લાં 45 વર્ષથી જીતતા જ આવે છે.

ઝાલોદના ટાંડીમાં સરપંચ પદે પ્રિયંકાબેન પ્રકાશભાઈ ભાભોરનો 49 મતથી વિજેતા.

દિયોદરના ગાંગોલમાં વજીબેન પટેલની જીત
કરજણના સનાપુરામાં કૌશિક પટેલની જીત
ખેડબ્રહ્માના દેરોલ વાઘેલામાં રાજેન્દ્ર પટેલની જીત
ખેડબ્રહ્માના ગુંદેલમાં ભાવનાબેન ભાંભીની જીત
ખેડબ્રહ્માના કલોલમાં શિલ્પાબેન સોલંકીની જીત

દહેગામના ભાદરોડા નજુપુરામાં સવિતાબેન ઠાકોર
બાવળાના ગુંદાના પરામાં પાર્વતીબેન ડાભીની જીત
સાવલીના રસાવાડીમાં દશરથસિંહ પરમારની જીત
ગઢડાના રાણીયાળામાં હિંમત ડોબરિયાની જીત

ગાંધીનગરના વાંકાનેરડામાં રાહુલ ઠાકોરની જીત
ગાંધીનગરના કાનપુરમાં ગીતાબેન ચૌધરીની જીત
વડોદરાના કુટિયામેડાદમાં નટવરસિંહ ચૌહાણની જીત
રાજકોટના ઢાંઢણીમાં જીણીબેન મેરની જીત

કપડવંજના તાલપોડામાં લક્ષ્મીબેન રાઠોડની જીત
ઠાસરાના ઢૂંડીમાં શાંતાબેન સોલંકીની જીત
નડીયાદના વાલ્લામાં અશ્વિન વાળંદની જીત
ઘોઘંબાના વાડીનાથમાં અરવિંદ રાઠવાની જીત

સરેરાશ 73.75 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તો પાંચ સ્થળોએ ગઈ કાલે પુનઃ મતદાન યોજ્યું હતું. 15 સ્થળોએ ઉમેદવારોનાં મોત થતાં તે સ્થળોની ચૂંટણી રદ કરાઈ હતી. ઝોન મુજબ જોઇએ તો સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું હતું. હવે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે. બેલેટ પેપરથી મતદાન થયું હોવાંથી પરિણામો થોડા મોડા આવી શકે છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી