September 24, 2020
September 24, 2020

JEE 2020નું પરિણામ : નિસર્ગ ચઢ્ઢા રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો

દેશમાં 24 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા

શુક્રવારે મોડી રાત્રે જેઈઈ મેઈનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 24 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે અને સૌથી ઉપર ગુજરાતના નિસર્ગ ચઢ્ઢાનું નામ છે. આ અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી જાહેર કરી હતી.

એન્જિનિયરિંગમાં એડમિશન માટે યોજાતી આ પરીક્ષા 1લીથી 6 સપ્ટેમ્બર,2020 સુધી ઓનલાઈન મોડ મારફતે યોજવામાં આવી હતી. JEE Main સપ્ટેમ્બર પરીક્ષામાં આ વખતે કુલ 9 લાખ 53 હજાર રજિસ્ટર્ડ ઉમેદવારો પૈકી પ્રથમ દિવસે, બી.આર્ક અને, બી.પ્લાનિંગ પરીક્ષમાં 55 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ સામેલ હતા.

આ રીતે આશરે 80 ટકા વિદ્યાર્થી B.E અને B.techના વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. તેને લીધે આ બીજા તબક્કાની પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીની હાજરીનો દર 74 ટકા જ રહ્ય છે.

એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની આ પરીક્ષા કોરોનાને કારણે બે વખત ટાળવામાં આવી હતી અને અંતે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સૌથી વધુ તેલંગણાના આઠ વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા છે. જ્યારે દિલ્હીના પાંચ, રાજસ્થાનના ચાર, આંધ્રપ્રદેશના ત્રણ, હરિયાણાના બે તેમજ ગુજરાત-મહારાષ્ટ્રના એક-એક વિદ્યાર્થીએ 100 ટકા હાંસલ કર્યા છે.

સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ)ની મુખ્ય પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ હતી. આઈઆઈટી, એનઆઈટી સહિતના સંસ્થાનોમાં પ્રવેશ માટે યોજાયેલી આ પરીક્ષામાં કુલ 8.58 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી અંદાજે 74 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેઈઈ મુખ્ય પરીક્ષા-1 અને 2ના પરિણામના આધારે ટોચના 2.45 લાખ વિદ્યાર્થીઓ જેઈઈ-એડવાન્સ પરીક્ષામાં બેસી શકશષ. જેઈઈ એડવાન્સની પરીક્ષા 27 સપ્ટેમ્બરે યોજાશે અને તેમાં પાસ થનારા વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં પ્રવેશ મળશે.

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર