September 28, 2020
September 28, 2020

સ્વચ્છતા સર્વેક્ષણ 2020 નું પરિણામ જાહેર, સૂરતે બીજો ક્રમ મેળવ્યો

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટની જાહેરાત કરી છે. સતત ચોથા વર્ષે ઈન્દૌર, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબર પર ગુજરાતનું સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઈનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દૌરના લોકોનો આભાર માન્યો છે.

શહેરનો બીજો ક્રમ આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં છે. મેયર ડો. જગદીશ પટેલે પણ સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ 6000 માર્કસમાંથી ઈન્દૌરને 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરત 5519.59 માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.

સોશિયલ મીડિયા પર 11 કરોડ લોકો પોતાના મંતવ્ય આપી ચૂક્યા છે.

આ સર્વેક્ષણમાં સ્વચ્છતા એપ પર 1.7 કરોડ નાગરિકોએ મત જાહેર કર્યો છે, સોશિયલ મીડિયા પર 11 કરોડથી વધુ લોકો અને સમાજ કલ્યાણ યોજનાઓ સાથે જોડાયેલા 5.5 લાખથી વધુ સેનિટરી કામદારો અને 84,૦૦૦થી વધુ અનૌપચારિક કચરો ઉપાડનારાઓએ પોતાના મંતવ્ય અને કામ દ્વારા ભાગીદારી નોંધાવી છે.

ભારત સરકારના આ સ્વચ્છતા મિશનમાં મોટાપાયે દેશના નાગરિકોની ભાગીદારી ઊભી કરવાનો હેતુ હતો. સાથે સાથે ભારતના શહેરોને સૌથી સ્વચ્છ અને સ્વસ્થ શહેર બનવા માટે સ્પર્ધાની ભાવનાથી પ્રોત્સાહિત કરવાનો હેતુ પણ તેમાં સમાયેલો હતો.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર