મોંઘવારીમાં સતત વધારો, 8 મહિનામાં સૌથી વધુ…

મોંઘવારીના મોરચે મોદી સરકારને ઝટકો લાગ્યો છે. રિટેલ મોંઘવારી દર જૂનમાં વધારીને 3.18 ટકા નોંધાયો છે. તે છેલ્લા 8 મહીનામાં સૌથી વધુ છે. અગાઉ ઓક્ટોબર 2018માં તે 3.38 ટકા રહ્યો હતો. ફેબ્રુઆરીથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મેમાં આ દર 3.05 ટકા રહ્યો હતો. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાને કારણે જૂનમાં રિટેલ મોંઘવારી દરમાં વધારો થયો છે.

કંઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારીત મોંઘવારી દર વધવા છતા પણ RBIના અનુમાન દાયરામાં છે. રિઝર્વ બેંકે 4 ટકા મોંઘવારી દરનો અનુમાન લગાવ્યો હતો. કેન્દ્રીય સાંખ્યિક કાર્યાલયના આંકડા મુજબ જૂનમાં ખાદ્ય મોંઘવારી દર 2.17 ટકા રહ્યો હતો. મેમાં તે 1.83 ટકા હતો. પ્રોટીન યુક્ત ખાદ્ય વસ્તુઓ જેવી કે દાળ, ઈંડા અને માંસ-માછલની કિંમતમાં વધુ વધારો થયો છે.

ફાઇનેન્સ સેક્રેટરી સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે ફિસ્કલ યર 2019-20ની પ્રથમ તિમાહી દરમિયાન મોંઘવારી દરમાં નરમી રહશે. ગત મહિને RBIએ આ વર્ષ સતત ત્રીજી વખત 0.25 ટકા રેટ કટ કર્યો હતો. મોંઘવારી દર ઓછી રહેવાની આશા છે કે આવનારા દિવસોમાં પણ રિઝર્વ બેંક રેટ કટ કરી શકે છે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી