વાયુસેનાનાના નિવૃત કમાંડર પાયલોટ દીપક વસંત સાઠેના હાથમાં હતી વિમાનની કમાન

વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાએ એક અત્યંત કાબિલ અધિકારી ગુમાવ્યા

દુબઇથી આવી રહેલું વિમાન અચાનક ખીણ પડી જવાના સમાચારથે ચોતરફ કીકાયારીઓ, લોહીથી લથપથ કપડાં, ડરેલા ગભરાયેલા બાળકો અને એમ્બ્યુલન્સની સાયરનની આવાજે સમગ્ર વિસ્તારને હચમચાવે દીધો. એર ઇન્ડીયા એક્સપ્રેસનું વિમાન શુક્રવારે સાંજે કેરળમાં કોઝિકોડ (Kozhikode) હવાઇપટ્ટી પરથી સરકીને ખીણમાં પડ્યું અને બે ભાગમાં તૂટી ગયું. આ દુર્ધટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા. જ્યારે 138 લોકો ઘાયલ થયા છે.

વિમાન દુર્ઘટનામાં વાયુસેનાનાના નિવૃત કમાંડર પાયલોટ દીપક વસંત સાઠેનું પણ મોત થયું છે. A737 એર ઇન્ડીયા એક્સપ્રેસમાં આવતાં પહેલાં દીપક વસંત સાઠે ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ રહ્યા હતા. તેમણે 11 જૂન 1981ના રોજ તેમણે એરફોર્સમાં કમીશન મળ્યું હતું અને 22 વર્ષની સેવા બાદ 30 જૂન 2003માં નિવૃત થયા હતા.

એર ઇન્ડિયાના ઑફિસરો પ્રમાણે દીપક એર ઇન્ડિયાના શાનદાર પાયલટ્સમાંથી એક હતા. કોઝિકોડના અકસ્માત બાદ દરેક જણ તેમને યાદ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે એર ઇન્ડિયાએ એક અત્યંત કાબિલ અધિકારી ગુમાવી દીધા છે. આ સમયે તેમને પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના અનેક વ્યક્તિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.  

વિંગ કમાન્ડર કેપ્ટન દીપક સાઠે એર ઈન્ડિયાને માટે એયરબસ 310 પણ ઉડાવી ચૂક્યા છે. ત્યારબાદ તેઓએ એયર ઈન્ડિયાની એક્સપ્રેસની જવાબદારી મેળવી. નેશનલ ડિફેન્સ એકેડમીના 58મા કોર્સથી પાસઆઉટ થયા અને જુલિયટ સ્ક્વાડ્રનનો ભાગ બન્યા, એનડીએમાં પાસઆઉટ થતાં સમયે તેમને એનડીએ પ્રેસિડન્ટ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા છે. વિંગ કમાન્ડર સાઠે એનડીએ બાદ હૈદરાબાદના ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડમી પહોંચ્યા અને અહીં તેમને 127 પીસી કોર્સના ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત કરાયા હતા. તેમના નિધનથી પરિવાર અને મિત્રો દુઃખી છે.

આ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. એરલાઇનના પ્રવક્તાના અનુસાર દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા એક્સપ્રેસ પ્લેન કોઝિકોડ એરપોર્ટ પર સરકી જતાંં દુર્ઘટના સર્જાઇ હતી.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર