વિધાનસભાના ચાલુ સત્રમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી

ગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસ સ્થાન ખાતે લઇ જવામાં આવ્યા

ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડતા તાત્કાલિક ગાંધીનગર નિવાસસ્થાને લઇ જવામાં આવ્યા હતા. ગઈ કાલે રાતે ભોજન પછી અપચા જેવી ફરિયાદ છે. વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળતી વખતે વોમિટ થઈ ગઈ હતી. 

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. ત્યારે હવે મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસ સ્થાન ખાતે ગયાં હતાં. અત્યાર સુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટાઇન પૂરો કરીને ગૃહમા આવ્યા છે.

 89 ,  1