કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર દ્વારા અનેક વિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી..
સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા દલિત સમાજ માટે અનેક યોજનાઓનો અમલ થઇ રહ્યો છે. લાભાર્થીઓ માટે કેટલાક ક્રાંતિકારી ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રી પ્રદિપ પરમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, આવાસ યોજના અંતર્ગત રૂ.1,20,000 ત્રણ હપ્તા ચુકવવામાં આવે છે, જે પૈકી પ્રથમ હપ્તો રૃ. 40,000 મકાન અરજી મંજૂર થયેલી, બીજો હપ્તો રૃ. 60,000 લીંટલ લેવરનું કામ પૂર્ણ થયેલી અને ત્રીજો હપ્તો રૂ. 20,000 શૌચાલય સહિતનું મકાન બાંધકામ પૂર્ણ થયેલી ચુકવવામાં આવશે.
યોજનામાં કરેલા ફેરફાર મુજબ , હાલમાં મકાન બાંધકામની ટોચ મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૃ. પ લાખથી વધારીને રૃ. 7 લાખ અને શહેરી વિસ્તારમાં રૃ. 7 લાખથી વધારીને ર7. 7.10 લાખ કરવામાં આવી છે. હાલમાં મકાન સહાય મંજૂર કર્યેથી એક વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાની જોગવાઇ છે તેના બદલે લાભાર્થી 2 વર્ષ સુધીમાં બાંધકામ પૂર્ણ કરી શકશે.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટ તાલીમ માટે સરકાર તરફથી આપવામાં આવતી લોન સહાય યોજનામાં પણ સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંગે માહિતી આપતા મંત્રી પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે, આ યોજનામાં અત્યાર સુધી 17 ડોક્યુમેન્ટસ લેવામાં આવતા હતા. જેમાં સુધારો કરી હવે ફક્ત 10 ડોક્યુમેન્ટસ જ લેવામાં આવશે. વિદેશમાં તાલીમ લેવા માંગતા વિદ્યાર્થીએ વિદેશ ગમન પહેલા અરજી કરવાની જોગવાઇ હતી તેના બદલે હવે વિદેશ ગમન બાદ પણ 6 માસ સુધી અરજી કરી શકશે. લાભાર્થીએ જો વિદેશમાં તાલી મેળવેલ હોય તો તાલીમ પૂર્ણ થયા બાદ લાભાર્થી વિદેશમાં સ્થાયી થઇ શકશે. (કોમર્શીલ પાયલોટ તાલીમ માટે વાર્ષિક 4 ટકા વ્યાજ દર, કોઇ આવક મર્યાદા નહી)
કુંવરબાઇનું મામેરાની યોજના પર વાત કરતા સામાજિક ન્યાય મંત્રી પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે, કન્યાઓને કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત કુંટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી રૂ. 12,000ની સહાય ચુકવવામાં આવશે. આ યોજનામાં અત્યાર સુધી 10 ડોક્યુમેન્ટ લેવામાં આવતા હતા જેમાં સુધારો કરી હવે ફક્ત 6 જ ડોક્યુમેન્ટસ જ લેવામાં આવશે. પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. સમાજ કલ્યાણ નિરીક્ષકે હવે સ્થળ તપાસ કરવાની જરૂર રહેશે નહી. તેના બદલે હવે ડોક્યુમેન્ટ આધારે અરજી મંજુર કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. (શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000 – ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1,20,000)
ડો. આંબેડકર વિદેશ અભાયસ લોન 1999-2000થી આ યોજના દાખલ કરવામાં હતી. જેમાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદરૂપ થવા 15 લાખની લોન 4 ટકાના વ્યાજના દરે આપવામાં આવે છે. સુસાશન સપ્તાહ અંતર્ગત યોજનામાં કરવામાં આવેલા ફેરફાર અંગે વાત કરતા મંત્રી પ્રદિપ પરમારે જમાવ્યું હતું કે, આ યોજનામાં અત્યાર સુધી 15 ડોક્યુમેન્ટસ લેવામાં આવતા હતા જેમાં સુધારો કરી હવે ફ્ત 8-9 ડોક્યુમેન્ટસ જ લેવામાં આવશે. એટલું જ નહીં, ધો.12 પછી એક વર્ષથી વધુ સમયના તમામ અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે. વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ વિદેશ ગયા બાદ પણ 6 મહિના સધી અરજી કરી શકશે. તેમજ લાભાર્થી વિદેશમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદેશમાં સ્થાયી થઇ શકશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, એક જ પરિવારના એક જ વ્યક્તિને લાભ મળવાપાત્ર થતો હતો તેના બદલે હવે વધુમાં વધુ બે વ્યક્તિને લોન મળી શકશે. (છેલ્લા 10 વર્ષમાં રૂ.146.03 કરોડનો ખર્ચો કરી 1120 વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન આપવામાં આવી છે.)
75 , 1