રિયા અને શૌવિકને હજુ પણ જેલમાં જ રહેવુ પડશે, જામીન અરજી પર આવતીકાલે ચુકાદો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. રિયા હાલ ભાયખલાની મહિલા જેલમાં બંધ છે. તો બીજી તરફ રિયાએ જામીન માગ્યા હતા પરંતુ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. રિયા અને શોવિક ચક્રવર્તી સહિત છ આરોપીઓની જામીન અરજી પર સત્ર ન્યાયાલય પોતાનો ચુકાદો આવતીકાલે સંભળાવશે. હાલ બધા પક્ષોની સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચુકાદો કાલ સુધી સુરક્ષિત રાખ્યો છે. 

રિયા ચક્રવર્તીના વકીલની સાથે દલીલો બાદ પબ્લિક પ્રોસીક્યૂટરે પોતાની દલીકમાં કહ્યું કે, કેટલા પૈસા લાગ્યા ડ્રગ્સ માટે તે ખુબ જરૂરી નથી. કોર્ટે રિયાનું ઇન્ટ્રોગેશન સ્ટેટમેન્ટ વાંચ્યું. એનસીબીએ જામીન અરજીનો વિરોધ કર્યો અને એનસીબીના સીનિયર અધિકારી સમીર વાનખેડે પણ કોર્ટમાં હાજર રહ્યાં હતા. 

એનસીબીએ પોતાની વાત રાખતા કહ્યું કે, મામલાની આગળ તપાસ કરવાની છે. મામલો પૂરો થયો નથી તપાસ ચાલી રહી છે. તેવામાં રિયા અને શોવિંકનું ન્યાયિક કસ્ટડીમાં રહેવું જરૂરી છે. મહત્વનું છે કે એનસીબીની ટીમ ચાર-પાંચ દિવસથી ઘરે પણ ગઈ નથી અને સતત તપાસ કરી રહી છે. 27 Aની નારકોટિક્સ એક્ટની કલમ રિયા અને શોવિક માટે મોટી મુશ્કેલી બની શકે છે. કારણ કે રિયા અને શોવિકે જે ડ્રગ્સ ખરીદ્યું તેનો વ્યક્તિગત ઉપયોગ માટે નહીં બીજા માટે હતું. 

 31 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર