September 22, 2020
September 22, 2020

ડ્રગ્સ કેસમાં રિયાની વધી મુશ્કેલી, શૌવિક અને મિરાન્ડાના રિમાન્ડ મંજૂર

શોવિક અને મિરાન્ડા 9 સપ્ટેમ્બર સુધી NCB કસ્ટડીમાં રહેશે

સુશાંત સિંહના મોતનાં મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી NCB ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ધરપકડ કરાયેલા રિયા ચક્રવર્તીના ભાઈ, અને સુશાંતનાં હોમ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને 9 સપ્ટેમ્બર સુધી NCB કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. NCBએ પુરાવાના આધાર પર શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી.

NCBના અધિકારી મુથા અશોક જૈને કહ્યું હતું કે રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ માટે બોલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જરૂરિયાતની પડી તો બધાને સામ સામે બેસાડી સવાલો કરવામાં આવશે.

NCBએ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, જૈદ વિલાત્રા અને કૈજાનને NDPS કોર્ટમાં રજૂ કર્યા હતા. NCBએ કોર્ટમાં શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલના સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે શોવિક અને સેમ્યુઅલ 9 સપ્ટેમ્બર સુધી NCB કસ્ટડીમાં રહેશે. આ સાથે કૈજાનને 14 દિવસો માટે ન્યાયિક હિરાસતમાં લેવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીની તપાસ જે રીતે આગળ વધી રહી છે. તે રીતે રિયા ચક્રવર્તીની આસપાસ કાયદાનો ફંદો કસાતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે શોવિક અને સેમ્યુઅલની પૂછપરછમાં જે ખુલાસો થયો છે, જેથી આ શંકા તેના તરફથી વધી રહી છે કે, રિયાએ સુશાંતને ડ્રગ્સ આપ્યા હતા. સુશાંતના પિતા કેકે સિંહએ અગાઉ કહ્યું હતું કે, રિયાએ તેમના પુત્રની હત્યા કરી છે.

રિયા ચક્રવર્તી આ કેસમાં સતત વિવાદોમાં રહી છે. રિયા જે પહેલાંથી ઇડીનો ટાર્ગેટ રહી છે. હવે એનસીબી ઘણા સવાલો ઉઠાવશે. તપાસ દરમિયાન, એનસીબીને આવા ઘણા પુરાવા મળ્યા છે જે બતાવે છે કે આ ડ્રગ વિવાદ સાથે રિયાનો પણ કોઈ સંબંધ છે. રિયાએ ચોક્કસપણે આ વિવાદથી પોતાને દૂર રાખ્યો છે, પરંતુ જ્યારે પણ શોવિક સાથે તેની ચેટ વાયરલ થઈ છે ત્યારથી જ રિયાના દાવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. તે જ સમયે, આવી વાતચીત રિયાની જય શાહા અને ગૌરવ આર્ય સાથે પણ થઈ છે જે તેમની પ્રવૃત્તિઓ પર શંકા ઉભી કરે છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર