અમદાવાદ : CNG ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો કરશે રાજ્યવ્યાપી હડતાળ!

30 ઓક્ટોબરે રાજ્યવ્યાપી રિક્ષાચાલકોની બેઠક, લેવાશે નિર્ણય

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે.પેટ્રોલ-ડીઝલ-રાંઘણ ગેસ, માલવાહક વાહન-વ્યવહાર ઉપરાંત CNG ગેસમાં પણ 15 દિવસમાં રૂપિયા 9 થી 10 જેટલો વધારો થતા 1 કિલો ગેસના 63 રૂપિયા આસપાસ ભાવ થયો છે.રિક્ષા ચાલકો આ ભાવ હવે જીરવી શકે તેમ નથી.આ પરિણામે રિક્ષા એસોસિએશને બેઠકનું આયોજન કર્યું છે. રિક્ષા ચાલકો કહેછે કે, રિક્ષા ભાડા નક્કી કરવા એસોસિએશને સરકાર પાસે માગણી કરી છે અને વારંવાર અનેકવિધ રજુઆતો પણ કરી છે.છતાં કોઈ નિવેડો આવ્યો નથી.આના વિકલ્પે હવે ભાવ વધારા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.

નિર્ણય અનુસાર 30 ઓક્ટોબરે થશે રાજ્ય વ્યાપી રિક્ષા ચાલકોની મિટિંગ થશે. જેમાં મિટિંગમાં હડતાળ પાડવા અંગે ચર્ચા થશે. રાજયવ્યાપી બેઠક અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે. દિવાળી બાદ રાજ્ય વ્યાપી હડતાળ પાડવાનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે.

સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવા રિક્ષાચાલકો જઈ રહ્યા છે. 30 ઓક્ટોબરે હડતાળની તારીખ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે 4 થી 5 દિવસ હડતાળ પાડી રિક્ષા ચાલકો વિરોધ નોંધાવી શકે છે. હડતાળ પડતા અમદાવાદમાં 2 લાખ ઉપર રિક્ષાના પૈડાં થમશે. ત્યારે લાખો રિક્ષાઓ રાજ્યભરમાં થંભી જશે. કોરોના બાદ દિવાળી તહેવારમાં થોડી કમાણી કરવાનો સમય મળતા દિવાળી બાદ હડતાળ પાડવાનું નક્કી કરાયું છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી