અમદાવાદ : વધતા ગેસના ભાવને લઈ આશ્રમ રોડ ખાતે રિક્ષાચાલક યુનિયનની બેઠક

મિનિમમ ભાડું નહી વધે તો રાજ્યવ્યાપી હડતાળની તૈયારી

પેટ્રોલ – ડીઝલ બાદ સતત વધી રહેલા CNG ગેસમાં ભાવવધારાથી રિક્ષાચાલકો પરેશાન છે, CNG ગેસના ભાવ વધવા છતાં ભાડામાં કોઈપણ પ્રકારનો ભાવવધારો ના કરાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેને આજે ગાંધી આશ્રમ પાસે આવેલા ગુજરાત ખેત વિકાસ પરિષદ, આશ્રમ રોડ ખાતે રિચાચાલક યુનિયનની બેઠક મળી છે. 

CNG ગેસમાં ભાવ ઘટાડવામાં આવે એ અંગે રિક્ષાચાલક યુનિયન તરફથી સરકારને રજૂઆત કરી ચુક્યા છે. જો CNG નો ભાવ ઘટાડી ના શકાય તો રિક્ષાનું મિનિમમ ભાડું તેમજ પ્રતિ કિલોમીટર દીઠ ભાડું વધારવાની માંગ કરી રહ્યા છે. કોરોનામાં રિક્ષાચાલકોને આર્થિક ફટકો પહોંચ્યો ત્યારે સરકારે કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી ન હતી. આજની બેઠકના માધ્યમથી રિક્ષાચાલક યુનિયનના આગેવાનો દ્વારા આગામી રણનીતિ ઘડાશે. 

આજે અમદાવાદ ખાતે રાજ્યના રાજકોટ, વડોદરા, સુરત સહિતના રીક્ષા આગેવીનોની બેઠક મળી હતી. બેઠકમાં તમામ શહેરના યુનિયનોએ હડતાલ કરવા સર્થન આપ્યું હતું. દિવાળી સુધી સરકાર કોઈ નિર્ણય નહિ લે તો ગુજરાતભરમા હડતાલ કરવાની રીક્ષા ચાલકોએ ચિમકી ઉચ્ચારી છે. 

આગામી 15 અને 16 નવેમ્બરે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાના છે. 21મી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે. આ હડતાળમાં રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો જોડાશે. સરકાર રીક્ષા ભાડામાં વધારો નહીં કરે તો હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. 

જોકે,  રીક્ષા ચાલક એસોસિયેશનના ભાગલા પડ્યા છે. રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયન નહિ જોડાય હડતાળમાં. અશોક પંજાબી ગરીબ રીક્ષા ચાલકો સાથે રાજકીય રોટલો શેકતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકાર વિચારણા કરી રહી હોય તેવા સંજોગોમાં હડતાળની માગણી ખોટી ગણાવી. રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયનના રાજ શિરકેએ આરોપ લગાવ્યો હતો. 

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી