આંદોલન કરવાનો અધિકાર, રસ્તા જામ ન કરી શકો : સુપ્રીમ કોર્ટ

આંદોલનકારી ખેડૂતોથી સુપ્રીમ કોર્ટ નારાજ

મોદી સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો છેલ્લા ઘણા સમયથી દિલ્હી સહિતના રાજ્યોમાં માર્ગો પર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે આ મામલે આજે ફરી સુનાવણી થઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના રસ્તા જામ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની સરહદ પરથી ખેડૂતોને હટાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સમય આપતા આગામી સુનાવણી 7 ડિસેમ્બરે નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને માર્ગ હટાવવા અંગે પોતાનો પ્રતિભાવ દાખલ કરવા માટે સમય આપ્યો છે.

આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે રસ્તાઓ સ્વચ્છ હોવા જોઈએ. તેમણે કહ્યું કે અમે વારંવાર કાયદા ઘડી શકતા નથી. તમને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ તમે રસ્તો રોકી શકતા નથી. હવે કોઈક ઉપાય શોધવો પડશે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે રસ્તાઓ રોકી શકાતા નથી. લોકોને તે રસ્તાઓ પર આવવું અને જવું પડે છે. અમને રોડ જામના મુદ્દે સમસ્યા છે.

અદાલતમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર પહેલેથી જ સ્ટે મૂકી દીધો છે. આંદોલન કેટલીકવાર વાસ્તવિક કારણોસર નહીં પરંતુ અન્ય કારણોસર થાય છે. આનો વિરોધ કરતા દુષ્યંત દવેએ કહ્યું કે શું કૃષિ કાયદો પરોક્ષ મુદ્દો છે? તેઓ ખેડૂતોની સત્યતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી