ગ્રેટા બેટા, હરિયાણવી બોલી બોલ કે બતા, મિણિટ મેં આંદોલન સિમેટ લૂં મૈં..!!

તાઉજી, કોઇ છોરી હૈ ધોળી ધોળી, વો કે રહી હૈ કિ મૈ ભી કિસાન કી બેટ્ટી હું…

ત્તાઉજી બોલ્યો- મ્હારે હરિયાણા કી છોરીયાં કમ હૈ કે….બેટ્ટા ગ્રેટા, બાજરે કી રોટ્ટી બણા સકતી હૈ કે..!

26 જાન્યુઆરી બાદ હવે 6 ફેબ્રુઆરી-ચક્કા જામ…

ક…ક…ક..કિરણનો રઇસ બાજીગર શાહરુખ બહાર ના આવ્યો જવાબ આપવા…

લગાનમાં કિસાન બનનાર આમિર પણ ના દેખાણો..

6 ફેબ્રુઆરીના રોજ ઇતિહાસમાં ક્યારે શું બન્યું….

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

26મીએ દિલ્હીમાં શું બન્યુ અને આંદોલનકારીઓના કહેવા પ્રમાણે શું ન બન્યું …સબ જાણતે હૈ…..

6 ફેબ્રુઆરીએ કિસાન આંદોલનકારીઓ દ્વારા અપાયેલા ચક્કા જામ એલાનના પગલે દિલ્હીથી દરભંગા, ગાંધીનગરથી ગૌતમનગર,જમ્મુથી જમશેદપુર, અમૃતસરથી અગરતલામાં શું થશે….કોણ જાણતા હૈજી…!?

72 દિવસ થયાં જી.એસ.ટી. આંદલનને. જી એટલે ગાઝીપુર બોર્ડર, ટી એટલે ટીકરી બોર્ડર અને એસ એટલે સિંઘુ બોર્ડર…!! કેટલાક મિડિયાએ બોર્ડર શબ્દ એટલો પ્રચલિત કર્યો છે કે બોર્ડર શબ્દ કાને પડે ટલે સન્ની દેઓલની બોર્ડર ફિલ્મ કે પાકિસ્તાન બોર્ડર નહીં પણ કિસાનો જ્યાં ધરણાં પર બેઠા છે એ ગાઝીપુર બોર્ડર યાદ આવે…! એ જી.એસ.ટી. બોર્ડર પર પોલીસનો બંદોબસ્ત કેવો છે તેના દ્રશ્યો મિડિયાએ બતાવ્યાં. ઘણાંએ ટીકા કરી. પણ કાયદો-વ્યવસ્થા તો જાળવવુ જ પડે ને.

સ્વીડીશ પર્યાવરણવિદ કિશોરી ગ્રેટા થનબર્ગ જેને એ ખબર પણ નહીં હોય કે ખેતી એટલે શું અને પીપલી કે કંડેલા ગામ ક્યાં આવેલા છે, એ કિસાન આંદોલનને ટેકો આપે છે. પેલી રિહાના પોપસિંગર જેને ખબર નથી કે પંજાબમાં યોયો હનીસિંગ અને દિલજીત સાંઝી, દલેર પાજી, મિક્કાસંગ જેવા કેવા કેવા પોપ સિંગર છે….બે પતિયાલા પેગ લગાવ્યા બાદ…?! યો યો તુસ્સી ગ્રેટ હૈજી..

અને ઓલી એડલ્ટસ્ટાર મિંયા ખલીફા જેને ખજૂરાહોની જાણ તો હશે જ પણ ભારતની મૂળ સંસ્કૃતિ અને સંસ્કારોની ખોજ માટે અને એ શું છે તે સંમજવામાં બીજો જન્મ લેવો પડે….! અને મીના હૈરિસ જેની આન્ટી કમલા હૈરિસનો જન્મ ભારતમાં થયો નથી છતાં આપણે મન મોટુ રાખીને કહ્યું કે, ભારત કી રહેનીવાલી હૈ…ભારત કી બાત કરેંગી એ કમલા ભારતવંશી છે એમ કહ્યું, એવા અમેરિકાના ઉપરાષ્ટરપતિ કમલાના ભત્રીજી મીનાએ દિલ્હીનું મીનાબજાર પણ જોયુ નહીં હોય… એવા બધા હાલી નિકળ્યા એક પછી એક ટ્વીટર પર સવાર થઇને ચીં…ચીં… કરતાં કરતાં કિસાનોની વ્હારે….!

મોટા ભાગના કિસાનોએ તો નાની વયની ગ્રેટાનું નામ પણ સાંભળ્યું પણ નહીં હોય અને જાણ થઇ હશે કે, તાઉજી, કોઇ છોરી હૈ ધોળી ધોળી, વો કે રહી હૈ કિ મૈ ભી કિસાન કી બેટ્ટી હું…ત્યારે તાઉજી બોલ્યો- મ્હારે હરિયાણા કી છોરીયાં કમ હૈ કે….બાજરે કી રોટી બણા સકતી હૈ કે..! ગ્રેટા હરિયાણામાં બાજરાનો રોટલો બનાવવાનું શિખવા બેસે ત્યાં સુધીમાં તો નયા સાલ લગ જાવે…પણ બાજરે કી રોટ્ટી ગોળ ના બણી…!!

ગા.સિં.ટી. બોર્ડર પર બેઠેલા કિસાનોને સપણે મેં ભી માલુમ નહીં કિ મિયાં ખલીફા કુણ હૈ..એવા એવા તેમને ટેકો આપવા બહાર આવ્યાં ત્યારે સમજાઇ ગયું- સાજિશ…..ષડયંત્ર…ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાની હિલ સેન્ડલ પહેરનારીઓની ચાલ….દિલ્હીના બોર્ડરો પર ચાલી રહેલું કિસાન આંદોલન હવે ભારતની બોર્ડર ઓળંગીને વિદેશ પહોંચી ગયું છે. સેલેબ્રિટીઝના આ હુમલા સામે અમેરિકા ઢાલ બનીને ઉભુ રહ્યું અને કહ્યું કે ત્રણ કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે, વિદેશ બજારમાં ભારતને તક મળશે.

ગ્રેટા-રિહાના-ઇના મીના ડિકાનો જવાબ આપવા માટે અક્ષયકુમાર, સુનિલ શેટ્ટી, કરણ જોહર, સચિન તેંડુલકર, કંગના, સિંઘમ અજય દેવગન ભારતના ખિલાડી બનીને યુધ્ધમાં ઉતર્યા તે એક સારી વાત છે. તેઓ ગ્રેટા-બ્રેટાને જવાબ આપવા જાતે જ મેદાનમાં ઉતર્યા. સારી વાત છે. પણ ફિલ્મ લગાનમાં ભુવન નામના કિસાનની ભૂમિકા નિભાવનાર અને લગાનના મામલે કિસાનોની પડખે ઉભો રહેનાર આમિરખાન ક્યાંય દેખાણો નહીં…થ્રી ઇડિયેટ પૈકીનો એક ઇડિયટ…!

ક…ક…ક..કિરણનો રઇસ બાજીગર શાહરુખ પણ બહાર ના આવ્યો જવાબ આપવા, કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા… કહેનાર અમિતાભ પણ દેખાણો નહીં…એમને પાછા એક સવાલના 4 ઓપ્શન આપવા પડે-કેબીસી…! કેબીસીના એપિસોડ પતાવીને આરામ કરતા હશે…સલ્લુ મિયા પણ દોખાણો નહીં…55 વર્ષે દિલ વાલે દુલ્હનિયાની..ફિરાકમાં હશે.. અડધી વિદેશી બનેલી પ્રિયંકા પણ ક્રિશની સાથે વ્યસ્ત હશે….

તો હવે 6 તારીખે શું થશે….તેની ચિંતા કરી રહ્યાં હશે પોલીસ અને શું કરવું તેનું આયોજન કરી રહ્યાં હશે કિસાનો અને શું શું કરવુ તેનું પ્લાનિંગ કરી રહ્યાં હશે કહી દિપ જલે કહીં દિલ…! 6ઠ્ઠીએ કિ હોગા,….ની સાથે આશા રાખીએ કે 6 તારીખ કદાજ 26મીની જેમ કલંકિત ના બને તો સારૂ પણ બને તો ઇતિહાસમાં નોંધાઇ જશે…!

ઇતિહાસમાં 6 ફેબ્રુઆરીએ કઇ કઇ ઘટનાઓ બની તેના પર એક નજર…

6 ફેબ્રુઆરી 1778 બ્રિટને ફ્રાન્સ સામે વોર જાહેર કર્યુ

6 ફ્રેબ્રુઆરી, 1832માં પહેલો કોલેરાનો કેસ એડિનબર્ગ, સ્કોટલેન્ડમાં દેખાયો

6 ફેબ્રુઆરી 1861માં બ્રિટીશ વાઇસ એડમિરલ રોબર્ટ ફિત્ઝોરીએ વહાણો માટે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી

6 ફેબ્રુઆરી 1891માં પહેલી ગ્રેટ ટ્રેન રોબરી ડેલ્ટન ગેંગ દ્વારા-સધર્ન પેસેફિકમાં થઇ

1899 સ્પેન દ્વારા અમેરિકાની સામે યુધ્ધ જાહેર કરાયો

1918માં ગ્રેટ બ્રિટને મહિલાઓ માટે મતાધિકારની જાહેરાત કરી

1921માં ચાર્લી ચેપ્લીનની પહેલી મૂંગી ફિલ્મ ધી કિડ રજૂ થઇ

1935માં તુર્કીમાં મહિલોને અધિકાર અપાયો

1941માં બ્રિટીશ દળોએ લિબિયાનું બેંગાઝી જીત્યુ

1951માં બ્રોકર સ્પેશ્યલ ટ્રેન અકસ્માત વુડબ્રિજ ન્યૂજર્સી થયો જેમાં, 84 લોકો માર્યા ગયા

1956માં ફ્રાન્સના વડાપ્રધાન જ. મોલેટ પર ટમાટાનો મારો કરાયો અલ્ગિયર્સમાં

1961માં સાઉથ કેરોલિનામાં જેલ ભરો આંદોલન- જેલ, બેલ નહીં.. ઝૂંબેશ શરૂ થઇ

1980માં ઇલિનોઇસના કૂક કાઉન્ટીમાં 33 યુવતીઓની હત્યા બદલ જ્હોન વેયન ગેસીને સજા..

-દિનેશ રાજપૂત

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર