September 19, 2021
September 19, 2021

RIL ટોચની 100 કંપનીઓની યાદીમાંથી બહાર

 SBIના સ્થાનમાં16 ક્રમનો ઉછાળો

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળ ટેલિકોમ ક્ષેત્રથી લઈ તેલ સુધી કારોબાર કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) 2021ની ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં 59 સ્થાનથી સરકીને 155 મા સ્થાને પહોંચી ગઈ છે. મહામારીને કારણે આવક ખરાબ રીતે પ્રભાવિત થવાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રેન્કિંગમાં મોટો ઘટાડો થયો છે. 2017 પછી રિલાયન્સની આ સૌથી નીચી રેન્કિંગ છે.

524 અબજ ડોલરની આવક સાથે વોલમાર્ટ ફોર્ચ્યુનની યાદીમાં પ્રથમ સ્થાને છે. 384 અબજ ડોલર સાથે ચીનની સ્ટેટ ગ્રીડ બીજા ક્રમે છે.બીજી તરફ એમેઝોન 280 અબજ ડોલરની આવક સાથે ત્રીજા સ્થાને છે. ચાઇના નેશનલ પેટ્રોલિયમ ચોથા સ્થાને છે અને સિનોપેક ગ્રુપ પાંચમા સ્થાને છે.

વૈશ્વિક માંગને અસર કરનાર રોગચાળાને કારણે રિલાયન્સની કમાણીમાં ઘટાડો થયો છે પરિણામે 2020 ના બીજા ક્વાર્ટરમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. આ કારણે રિલાયન્સની આવક 25.3 ટકા ઘટીને 63 અબજ ડોલર થઈ ગઈ હતી. યાદીમાં સમાવિષ્ટ ભારતની અન્ય પેટ્રોલિયમ કંપનીઓની રેન્કિંગ પણ નીચે આવી છે.

SBIએ 16 સ્થાનની છલાંગ લગાવી

SBI 16 સ્થાનની છલાંગ લગાવીને 205 સ્થાને પહોંચી ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) 61 સ્થાન ઘટીને 212 મા સ્થાને પહોંચી ગયું છે. સતત બીજા વર્ષે આ યાદીમાં SBIની સ્થિતિ સુધરી છે. ગયા વર્ષે પણ SBI ની રેન્કિંગમાં 15 સ્થાનનો સુધારો થયો હતો. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) 53 સ્થાન ઘટીને 243 મા સ્થાને પહોંચી ગયું છે.

રાજેશ એક્સપોર્ટ્સ બીજી કંપની છે જેની રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે. કંપનીના રેન્કિંગમાં 114 સ્થાનનો જબરદસ્ત સુધારો થયો હતો. હવે રાજેશ એક્સપોર્ટ્સ યાદીમાં 348 મા સ્થાને છે. આ યાદીમાં ટાટા મોટર્સ 20 સ્થાન ઘટીને 357 મા સ્થાને અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) 394 મા સ્થાને પહોંચી ગયા છે. BPCL ગયા વર્ષે 309 મા ક્રમે હતું.

31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષના આધારે રેન્કિંગમાં ફોર્ચ્યુને જણાવ્યું હતું કે કંપનીઓને 31 માર્ચ 2021 અથવા તે પહેલા પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આવકના આધારે ક્રમાંક આપવામાં આવ્યો છે. SBI ની આવક 52 અબજ ડોલર , IOC 50 અબજ ડોલર , ONGC 46 અબજ ડોલર અને રાજેશ એક્સપોર્ટ 35 અબજ ડોલર રેવેન્યુ હતી. ફોર્ચ્યુને કહ્યું કે વોલમાર્ટ સતત આઠમા વર્ષે ટોચ પર છે. તે 1995 થી 16 મી વખત ટોચ પર છે.

 52 ,  1