મુકેશ અંબાણી બીમાર થયા, રિલાયન્સનો શેર 7 ટકા તૂટીને નીચે..

એક કલાકમાં જ માર્કેટ કેપિટલાઈઝેશન 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ..

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ કારણે એક કલાકમાં જ માર્કેટ કેપિટલાઈઝેશન 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની તબિયત ખરાબ હોવાના સમાચારના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ મામલામાં RILએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

આ પહેલાં આ વર્ષે જુલાઈમાં જ એક દિવસમાં શેર 7 ટકા તૂટ્યો હતો. એ સમયે એ 1978થી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો.

છેલ્લા 15 દિવસથી એવા સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે મુકેશ અંબાણીની સ્થિતિ ખરાબ છે. તેમનું લંડન ખાતે ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારણથી અંબાણી પરિવાર IPLમાં દેખાઈ રહ્યો નથી. જોકે ગત સપ્તાહમાં જાણીતા વકીલ હરીશ સાલ્વેના લગ્નમાં મુકેશ અંબાણીએ વેબિનાર દ્વારા હાજરી નોંધાવી હતી.

ટોપ 10 કંપનીઓમાંથી 9 કંપનીઓનું માર્કેટ કેપ 1.63 લાખ કરોડ રૂપિયા ઘટ્યું, સૌથી વધારે નુકસાન રિલાયન્સને

સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાં 9નું માર્કેટ કેપમાં ગત અઠવાડિયામાં 1,63,510.28 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સૌથી વધારે નુકસાનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું છે. ગત અઠવાડિયે BSEના 30 શેરોવાળા સેન્સેક્સ 1,071.43 અંક એટલે કે 2.63 ટકા નીચે આવ્યો છે. કોટક મહિન્દ્રા બેંકને છોડીને ટોપ 10 વિસ્ટમાં અન્ય કંપનીઓનાં માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. કોટક મહિન્દ્રા બેકંનું માર્કેટ કેપ 32,570.94 કરોડ રૂપિયા વધીને 3,06,331.09 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

અઠવાડિયા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ સૌથી વધારે 39,355.06 કરોડ રૂપિયા ઘટીને 13,89,159.20 કરોડ રૂપિયા રહી ગયું છે. HDFC બેંકનું માર્કેટ કેપ 28,574.61 કરોડ રૂપિયા ઘટીને 6,51,518.1 કરોડ રૂપિયા પર આવી ગયું છે. તો ઈન્ફોસિસનું માર્કેટ કેપ 26,152.79 કરોડ રૂપિયા ઘટીને 4,51,753.23 કરોડ રૂપિયા રહી ગયું છે. HDFCનું માર્કેટ કેપ 24,844.93 કરોડ રૂપિયા ઘટીને 3,45,287.89 કરોડ રૂપિયા અને હિન્દુસ્તાન યુનિલિવરનું 16,858.07 કરોડ રૂપિયા ઘટીને 4,86,898.54 કરોડ રૂપિયા પર આવી ગયું છે.

ICICI બેંકના માર્કેટ કેપમાં 16,754.64 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે અને તે 2,70,736.06 કરોડ રૂપિયા રહી ગયો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસનું માર્કેટ કેપ 8,105.15 કરોડ રૂપિયા ઘટીને 9,99,954.24 કરોડ રૂપિયા પર આવી ગયું છે. HCL ટેક્નોલોજીનું માર્કેટ કેપ 2,455.87 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 2,28,816.24 કરોડ રૂપિયા અને ભારતી એરટેલનું મૂલ્યાંકન 409.16 કરોડ રૂપિયા ઘટીને 2,36,552.97 કરોડ રૂપિયા રહી ગયું છે.

જો કે ટોપ 10 કંપનીઓની લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ પર કાયમ રહી છે. જે બાદ TCS, HDFC બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસિસ, HDFC, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, એરટેલ અને HCL ટેક્નોલોજીનું સ્થાન રહ્યું

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર