ઋષભ પંત વિકેટકીપર કાર્તિકનું મોઢું તોડી નાખત, માંડ માંડ….

વીડિયો જોઈ દર્શકોના ઉડી ગયા હોંશ….

કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સે પરાજય આપીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવત રાખી છે. જોકે, આ મેચમાં એક મોટી દુર્ઘટના થતા બચી ગઇ છે. મેચ દરમિયાન ઋષભ પંતનું બેટ વિકેટકીપર દિનેશ કાર્તિકના ચહેરાની ખુબ જ નજીક હતું જેને જોઇ દર્શકોના હોંશ ઉડી ગયા. દિનેશ કાર્તિક પોતાને બચાવતા મેદાન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સની ઇનિંગની 17મી ઓવરના પ્રથમ બોલ પર ઋષભ પંતે એક શૉર્ટ મારવાની કોશિશ કરી હતી પરંતુ બાઉન્સરના કારણે તેના પૈડથી લાગીને સ્ટમ્પ તરફ ચાલ્યો ગયો. ઋષભ પંતે બોલ સ્ટમ્પ પર લાગતા બચાવતા પોતાનું બેટ જોરથી ફેરવ્યુ હતું જે કાર્તિકને લાગતા-લાગતા રહી ગયુ હતું. જોકે કાર્તિકે પંતનું બેટ પોતાના ચહેરા પર વાગતા બચાવી લીધુ હતું અને મેદાન પર જ ઢળી પડ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 9 વિકેટે 127 રન જ બનાવી શકી હતી. કેપ્ટન ઋષભ પંતે અને સ્ટીવ સ્મિથે 39-3 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શિખર ધવને 24 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય કોઈ પણ બેટ્સમેન બે આંકડામાં પણ પહોંચી શક્યો ન હતો. વેંકટેશ અય્યર, સુનીલ નારાયણ અને લોકી ફર્ગ્યુસને બે -બે વિકેટ લીધી હતી. જવાબમાં, KKR એ 18.2 ઓવરમાં લક્ષ્યાંકનો પીછો કરતા સાત વિકેટ ગુમાવી દીધી હતી. નીતિશ રાણાએ 36 અને શુભમન ગિલે 30 રન બનાવ્યા હતા.

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી