ભારતની ભલે વર્લ્ડકપમાંથી વિદાય થઈ પણ પંતે કર્યું એવું કે કરોડો ચાહકોનાં દિલ જીત્યા..

સોશિયલ મીડિયામાં ઋષભ પંતનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે..

T-20 વર્લ્ડકપમાં ગઇકાલે રવિવારે નામીબિયા સામે છેલ્લી મેચ રમાઈ જેમા ભાજપનો ભવ્ય વિજય સાથે વર્લ્ડકપમાંથી વિદાય થઈ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ભારતે આ લક્ષ્ય માત્ર 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. રિષભ પંતને મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. પરંતુ તેણે ફિલ્ડિંગ દરમિયાન એક એવું કામ કર્યું જેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા.

વીડિયો થયો વાયરલ, પંતે લોકોનું દિલ જીત્યું
સોશ્યલ મીડિયામાં પંતનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમા નામીબિયાનાં બેટર નિકોલ ઈટને એક રન પૂરો કરવા માટે છલાંગ લગાવી અને તેમના બેટ પર પંતે ભૂલથી પગ મૂકી દીધો, પંત ઈટનને આઉટ કરવા માટે સ્ટંપની બાજુમાં જ ઊભો હતો, પગ લાગી જવાથી પંતે જાણી ક્ષમા માંગતો હોય તેમ મંદિરનાં પગથિયાંને પગે લાગતાં હોય તેમ જ બેટને પણ પગે લાગ્યો. પંતનાં આ સ્વભાવથી જાણી શકાય છે કે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનો પોતાના સંસ્કાર ભૂલતા નથી અને બેટ આપણાં ખેલાડીઓ માટે કેટલી પવિત્ર વસ્તુ છે.

જો મેચની વાત કરીએ તો નામિબિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ભારતે 15.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રોહિત શર્માએ 56 રનની શાનદાર ઇનિંગ રમી અને કેએલ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી પણ કરી. રાહુલે વિજયી બાઉન્ડ્રી ફટકારી અને 36 બોલમાં 54 રન બનાવીને અણનમ પરત ફર્યો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ પણ 3-3 વિકેટ ઝડપી હતી. જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી