રિષભ પંત ઇંગ્લેન્ડ જવા રવાના, શું ધવનની જગ્યા લેશે પંત

ભારતીય ટીમના ઓપનર શિખર ધવનના અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓ 3 સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ધવનને 9 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલનો બોલ વાગતા અંગુઠામાં ફ્રેક્ચર થયું છે. આ ઈજાના કારણે શિખર ધવન સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ ગયા છે ત્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇજાગ્રસ્ત બેટ્સમેન શિખર ધવનના ઓપ્શન તરીકે ઇંગ્લેન્ડ રવાના થઇ ગયો છે. જોકે, ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. બીસીસીઆઇએ પંતને ઇંગ્લેન્ડ જવા માટે લીલી ઝંડી આપી દીધી છે તેમજ ટીમ સાથે જોડાયા બાદ પ્રેક્ટિસ શરૂ કરી દેશે.

વર્લ્ડકપ માટે જ્યારે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યુ હતુ ત્યારે પસંદગીકારોએ પંતને નજરઅંદાજ કર્યો હતો. જોકે, 21 વર્ષીય પંત શરૂઆતમાં પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્ટ નથી થાય કેમકે ધવન પર અંતિમ નિર્ણય લીધા બાદ જ તેને મોકો મળવાની સંભાવના છે.

 10 ,  1