બોલીવુડમાં એવા ઘણા જાણીતા કલાકારો છે જેમણે કેન્સરની બીમારીનો ઈલાજ કરાવી તેમાંથી મુક્તિ મેળવી છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે, લીસા રે જેવા કલાકારોએ કેન્સર સામે સતત બાથ ભીડી મક્કમ મનોબળથી તેને મ્હાત આપી છે. અભિનેતા ઋષિ કપૂર પણ ઘણા સમયથી ન્યૂયોર્કમાં કેન્સર સામે સારવાર કરાવી રહ્યા છે. અને હવે તેઓ કેન્સરથી મુક્ત થઇ ગયા છે. તેઓ ઓગસ્ટ મહિનામાં ભારત પરત ફરે તેવી શક્યતા છે પરંતુ તે પહેલાં તેમની ફિલ્મ ‘જૂઠા કહીં કા’ 19 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ‘પ્યાર કે પંચનામા 2’ ફેમ ઓમકાર કપૂર, સની સિંહની સાથે જિમ્મી શેરગિલ, મનોજ જોષી, લિલેટ દૂબે સામેલ છે. આ ફિલ્મને ડિરેક્ટર સમીપ કાંગે ડિરેક્ટ કરી છે.
23 , 1