સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો,જાણો આપના શહેરના ભાવ

 ડીઝલ 18 પૈસા અને પેટ્રોલ 7 પૈસા મોંઘું થયું, મુંબઈમાં પેટ્રોલ 88રૂપિયાથી વધુ..

કોરોના વાયરસની વેક્સીનના પરીક્ષણોમાં મળેલી સફળતાના અહેવાલોથી કાચા તેલના બજારમાં તેજી જોવા મળી રહી છે. તેની પર કાચા તેલ ઉત્પાદન કરનારા દેશોના સંગઠન ઓપેક (OPEC)એ પણ આ હિસાબથી રણનીતિ બનાવવાના સંકેત આપ્યા છે. આ કારણથી થોડા દિવસ પહેલા સુધી 40 ડૉલર પ્રતિ બેરલના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે રહેનારા બ્રેંટ ક્રૂડ હાલ 45 ડૉલરને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ આગામી વર્ષની શરૂઆતમાં તે 58 ડૉલર પ્રતિ બેરલથી ઉપર જશે.

સ્થાનિક બજાર પર નજર કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 48 દિવસના આરામ બાદ આજે સતત ચોથા દિવસે ભાવો વધ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે દિલ્હીમાં જ્યાં પેટ્રોલ 7 પૈસા પ્રતિ લીટર મોંઘું કરી દીધું છે તો ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

  • દિલ્હી- પેટ્રોલ 81.53 રૂપિયા અને ડીઝલ 71.25 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈ- પેટ્રોલ 88.23 રૂપિયા અને ડીઝલ 77.73 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતા- પેટ્રોલ 83.10 રૂપિયા અને ડીઝલ 74.82 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈ- પેટ્રોલ 84.59 રૂપિયા અને ડીઝલ 76.72 રૂપિયા પ્રતિ લીટર છે.

સતત ચાર દિવસથી વધતો ભાવ

રવિવારે પેટ્રોલની કિમતોમાં 8 પૈસા અને ડિઝલની કિમતોમાં 19 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. શુક્રવારથી જ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવાનું શરૂ થઇ ગયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલની કિમતોમાં 40 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લીટર 61 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કિમતોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં પેટ્રોલ 88રૂપિયાથી વધુ

નવા ભાવ વધારા સાથે મુંબઇમાં પ્રતિ લીટર પેટ્રોલની કિમત 88.16 રૂપિયા અને ડીઝલની કિમત 77.54 રૂપિયાએ પહોંચી ગઇ છે. રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવતા વેટ અને સેલ્સ ટેક્સના આધારે ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. કોરોના મહામારી વચ્ચે જનતા પર મોંઘવારીનો પણ મારો ચાલી રહ્યો છે.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર