બિહારમાં ભયંકર પૂરની સ્થિતિ પણ નીતિશ સરકાર હવામાં…

બિહારમાં વરસાદ અને પૂરના કારણે 12 જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. આરજેડીનો આરોપ છે કે, રાજ્યની નીતિશ સરકાર પૂરની પરિસ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ ગઈ છે. જેથી આરજેડીના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં નીતિશ સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

આરજેડીના નેતાઓના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ભયંકર પૂરની સ્થિતિ છે. તેમ છતા નીતિશ સરકાર હવામાં છે. જમીન પર જે સ્થિતિ સર્જાઈ છે તેનાથી નીતિશ સરકાર અજાણ છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી