બિહારમાં મહાગઠબંધનનું કોયડું ઉકેલાયું, જાણો કોણે ક્યાંથી મળી ટીકિટ

બિહારમાં RJD અને કોંગ્રેસમાં સીટોની ફાળવણીને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે કોકડું ઉકેલાયું. પટણામાં એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે લોકસભા બેઠકોને લઈને મોટી જાહેરાત કરી હતી.

બેઠક વહેંચણી સમીકરણ હેઠળ સુપૌલ અને પટણા સાહિબ બેઠક કોંગ્રેસના ખાતામાં ફાળવવામાં આવી છે જ્યારે પાટલિપુત્ર, દરભંગા, સારણ અને બેગૂસરાય જેવી બેઠકો પરથી આરજેડી ચૂંટણી લડશે.

પત્રકાર પરિષદ દરમ્યાન તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધન અતૂટ છે અને અમે પહેલાં પણ કહ્યું છે કે આ મહાગઠબંધન પ્રજાના દિલોનું ગઠબંધન છે. આવનારી લડાઇ સંવિધાન બચાવાની છે. લોકતંત્રને બચાવાની છે. ન્યાય અને અન્યાય , સત્ય અને જુઠ્ઠની લડાઇ છે.

આરજેડની ઉમેદવાર ભાગલપુર બેઠક પરથી બુલો મંડલ, માધુપુરાથી શરદ પવાર, બાંકાથી જયપ્રકાશ નારાયણ યાદવ, દરભંગા બેઠકથી અબ્દુલ બારી સિદ્દીકી, વૈશાલી બેઠક પરથી રઘુવંશ પ્રસાદ સિંહ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, સિવાનથી હિના સાહેબ, બેગૂસરાયથી તનવીર હસન, બક્સરથી જગદાનંદ સિંહ, જંજારપુરથી ગુલાબ યાદવ, મહારાજગંજથી રણધીર સિંહ, સારણથી ચંદ્રિકા રાય, હાજીપુરથી શિવચંદ્ર રાય, પાટલિપુત્રથી મીસા ભારતી, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરરિયાથી સરફરાજ આલમ, સીતામઢીથી અર્જુન રાયને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ઉમેદવાર પૂર્ણિયા, સમસ્તીપુર, મુંગેર, સારાસામ, પટના સાહિબ, વાલ્મિકીનગર, સુપૌલથી લડશે.

 133 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી