Video: જયપુરમાં બેકાબુ કારે વાહનોને મારી ટક્કર, બે સગા ભાઈઓની મોત

જયપુરમાં થયેલા એક્સિડન્ટના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ એક્સિડન્ટ જે.એલ.એન રોડ પર બિરલા મંદિર પાસે થયો છે. સિગ્નલ બંધ હોવાથી ચાર રસ્તા પર તમામ વાહનો ઊભા હતા.

આ દરમિયાન જ પાછળથી એક બેકાબૂ કારે બાઈક અને કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હોય છે કે, બાઈકસવાર બન્ને ભાઈ હવામાં ફંગોળાઈને 50 ફૂટ દૂર પડ્યા હતા. બન્નેના ઘટના સ્થળે મોત થાય છે.

ચાર રસ્તા ઉપર રમકડા વેંચતી એક મહિલા પણ ઘાયલ થઈ છે. કાર ચાલકના કહેવા મુજબ તે તેના સાથી કર્મચારીની કાર લઈને તેના માતા-પિતાને એઆરઆઈ રિપોર્ટ કરાવવા માટે લેવા જઈ રહ્યો હતો.

તેમણે વધુ જણાવ્યું કે, રસ્તા ઉપર અચાનક રમકડા વેંચનાર વ્યક્તિ આવી જતાં બ્રેકના બદલે લીવર પર પગ રખાઈ ગયો હતો. ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. મરનાર વિવેકના છ મહિના પહેલા લગ્ન થયા હતા અને પુનિતને ચાર વર્ષનો પુત્ર છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી