દિવાળીના તહેવારના લીધે મજૂરોની અછતને કારણે રસ્તાનું કામ અટવાયુ, તુરંતમાં શરૂ કરાશે

ભાઈપુરા વોર્ડની સમસ્યાનું આ છે કારણ, ડામરના રોડની જગ્યાએ આરસીસી રોડ બનશે આપી ખાતરી

શહેરના પૂર્વ વિસ્તાર અમરાઈવાડી ખાતે ભાઈપુરા વોર્ડમાં આવેલી મોદી નગર- ચતુરભાઈ-મોહનભાઈની ચાલીમાં હાલ વગર વરસાદે ચારેતરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ચાલતા રોડના કામને લઈ ચાલીની આ હાલત જોવા મળી છે. તો બીજી બાજુ તંત્રની ઢીલી ઢીલી નીતિને કારણે અહીં રહેતા સ્થાનિકો પરેશાન થયા છે.

ભાઈપુરા વોર્ડમાં આવેલી મોદી નગર- ચતુરભાઈ-મોહનભાઈની ચાલીમાં હાલમાં જે પાણી ઉભરાઈ રહ્યું છે તે સ્થાનિક લોકોએ ગેરકાયદેસર લીઘેલા પાણીના દોઠ-બે ઈંચના જોડાણોને કારણે સમસ્યા સર્જાઈ છે કેમ કે સત્તાવાળાએ આ ચાલીમાં રોડ બનાવવા જ્યારે ખોદકામ કર્યું ત્યારે સંખ્યાબંધ પાણીના ગેરકાયદે જોડાણ બહાર આવ્યા હતા. જેને પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કાંપી નાખ્યા છે અને એવો નિર્ણય કર્યો છે કે ચાલીની બહાર એક જંક્શન કનેક્શન બનાવવામાં આવશે અને એમાંથી લોકોને કાયદેસર રીતે પાણીના જોડાણો મળશે.

નેટડાકિયાના પ્રતિનિધિએ આ વિસ્તારના કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશ સી. રાઠોડનો સંપર્ક કરતા તેમણે હકારાત્મક રીતે પ્રતિભાવ આપ્યો અને વિગતવાર સમજાવ્યું કે, આ ચાલીમાં લોકોની માંગણી આરસીસી રોડ બનાવવાની છે પરંતુ અમે તેમને સમજાવ્યા કે ભવિષ્યમાં પાણીનું કે ગટરનું જોડાણ લીકેઝ થાય તો આરસીસીનો રોડ તોડવો પડે જેના કારણે આરસીસીના આવતા પહેલા પાણીના ગેરકાયદેસર કનેક્શન કાયદેસર કરી રોડ બનાવવા સ્થાનિક લોકો સહમત થયા છે. પરંતુ દીવાળીના તેહવારોમાં મજૂરો પોતોના વતન ગયા હોવાથી કામ શરૂ થઈ શક્યું નથી. પરંતુ આવતી કાલે એટલે કે સોમવારથી જેટલું બને તેટલું ઝડપથી કામ શરૂ કરી દેવામાં આવશે તેમ ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે, સિટી એન્જિનિયરે ખાતરી આપી કે. ડામરના રોડની જગ્યાએ આરસીસી રોડ બનશે. હવે આરસીસી રોડની કામગીરી શરૂ થશે.

નોંધનીય છે કે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર જીતેન્દ્રભાઈ ડાભીના માર્ગદર્શન અંતર્ગત પ્રકાશભાઇની ટીમે સતાધાર રોડનો વર્ષો જૂનો ગટર લાઈન ઉભરાવવાનો પ્રશ્ન નવી ગટર લાઇન નાખી નિરાકરણ કરેલ છે. તેમજ પવિત્ર કુંજ સોસાયટી પાસે સીનીયર સીટીઝન માટે ગાર્ડન બનાવેલ છે. અને હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે સ્ટ્રોમ વોટરલાઇન નાખેલ છે એટલું જ નહીં મોદીનગર જકશી રબારીની ચાલી જય અંબે નગર તથા અન્ય ચાલીઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી નવા પેવર બ્લોક નાખવાનું કામ કરેલ છે.

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી