અંકલેશ્વર : ફાઇનાન્સ કંપનીમાં બેખોફ લૂંટારૂઓએ બંદૂકની અણીએ ચલાવી કરોડોની લૂંટ

અંકલેશ્વરમાં દિલધડક લૂંટ,  કરોડોની કિંમતના સોનાના દાગીના લઇ લૂંટારૂઓ ફરાર

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં લૂંટની ઘટના બની છે. બેખોફ બદમાશોએ બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી કરોડોના દાગીના સેરવી ફરાર થઇ જતાં હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને લૂંટારૂઓને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની છે. કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ કારમાં ફરાર થઇ ગયા છે.

જાણાકારી મુજબ, કારમાં આવેલા લૂંટારૂઓ બંદૂક લઇ ઓફિસમાં ધસી આવ્યા હતા. અને ધમકી આપી બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી છે.

ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તે સહિતની તમામ માહિતી લૂંટારૂઓ પાસે હતી. જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફાઇનાન્સ કંપની ગોલ્ડ લોન આપતી હોવાનું જાણવા મળ્યું છે.

અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છું.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર