બ્રાન્ચ મેનેજર રૂ.૨.૩૨ કરોડ લઇ રફુચક્કર

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીના ખાતેદારોએ જમા કરાવેલા સોનાના દાગીના અને રૂપિયાની બારોબાર ઉચાપત થઇ ગઈ હોવાનો કિસ્સો સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ  છે. ફાઈનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર રૂ.૨.૩૫ કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઇ ગયેલ છે. મેનેજર ફાઇનાન્સ કંપનીના તમામ સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નાના ચિલોડા પાસે આવેલ શ્યામ શરણમ્ રેસિડન્સીમાં રહેતા અને મેઘાણીનગરની ફાઈનાન્સ કંપનીમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતાં દીપા આહુજાએ કંપનીના બ્રાન્ચ મેનેજર અમીધર બારોટ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ બ્રાન્ચમાં ત્રણ બ્રાન્ચ મેનેજર કામ કરે  છે, કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચમાં અવારનવાર ગ્રાહકોને લોન આપવામાં આવે છે અને ગ્રાહકોનું સોનું લોકરમાં મૂકવામાં આવે છે. મેઘાણીનગર બ્રાન્ચમાં  બે તિજોરી આવેલી છે, જેમાં બંને તિજોરીમાં અલગ અલગ ત્રણ ચાવીઓ લગાવવાથી લોકર ખૂલે છે, જેમાંથી બન્ને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહે છે, જ્યારે એક ચાવી દીપા પાસે રહે છે.

વહેલી સવારના નવ વાગ્યે દીપા ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું  તેમજ બે તિજોરીમાંથી એક તિજોરી ખુલ્લી હતી. દીપાએ તિજોરી ખોલી તો સોનાનાં પેકેટ મૂકેલ બોક્સ ખાલી હતાં. બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરી  ત્યારે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ સોનાનાં પેકેટ ગાયબ હતાં. બાદ દીપા આહુજાએ અમીધર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી