રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ, પ્રિયંકા ગાંધી આઇસોલેશનમાં, તમામ કાર્યક્રમ રદ

પ્રિયંકાએ પોતાની આસામ યાત્રા રદ કરી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટીવ થયા છે. તેના કારણે પ્રિયંકાએ પોતાની આસામ યાત્રા રદ કરી નાખી છે. આ બાબતને લઈને એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. પ્રિયંકાએ જણાવ્યુ છે કે, હાલમાં કોરોના પોઝિટીવ આવવાના કારણે મારે આસામ પ્રવાસ રદ કરવો પડ્યો છે. મારો કાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં
​​​​​​

દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે 81,398 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 50,384 દર્દી સ્વસ્થ થયા અને 468 લોકોનાં મોત નીપજ્યાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં 30,543નો વધારો થયો છે.

ગુરુવારે નવા કેસની સંખ્યા 1 ઓક્ટોબર બાદ સૌથી વધુ હતી. ત્યારે 81,785 કેસ આવ્યા હતા. મૃત્યુઆંક પણ 450ને પાર કરી ગયો. આના એક દિવસ પહેલાં 458 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.63 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે એક્ટિવ કેસ વધીને 6.10 લાખ થઈ ગયા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

 86 ,  1