મોટી દુર્ઘટના ટળી : કન્નૂર-બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેનનાં 5 કોચ પાટા પરથી ઉતર્યા..

મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા…

દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં મોટી દુર્ઘટના ટળી છે. આજે શુક્રવારે આશરે 3.50 વાગે કન્નુર-બેંગલુરુ એક્સપ્રેસ (ટ્રેન નં. 07390) નાં 5 ડબ્બા પર અચાનક પથ્થર પડતા તે પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયા બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો, જોકે તમામ 2348 મુસાફરો સુરક્ષિત છે.

કન્નુર-બેંગલુરુ એક્સપ્રેસનાં પાંચ કોચ શુક્રવારે વહેલી સવારે બેંગલુરુ ડિવિઝનના ટોપપુર-શિવાડી વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સાલેમ નજીક થયો હતો. સાઉથ વેસ્ટર્ન રેલ્વે (SWR) દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ટ્રેન પર અચાનક પથ્થર પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રેન ગુરુવારે સાંજે 6.05 કલાકે કન્નુરથી નીકળી હતી. દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોચ B1, B2 (થર્ડ એસી), S6, S7, S8, S9, S10 સ્લીપર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનાને પગલે બેંગલુરુ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) શ્યામ સિંહ વરિષ્ઠ અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક અકસ્માત રાહત ટ્રેન (ART) અને મેડિકલ ઇક્વિપમેન્ટ વાન પણ સવારે 4.45 વાગ્યે રવાના કરવામાં આવી છે.

આ ઉપરાંત સાલેમનાં ડીઆરએમ અને તેમની ટીમ પણ સવારે 5.30 વાગ્યે ઈરોડથી એઆરટી સાથે ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. દરમિયાન, દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ પણ માહિતી આપી છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેના નિવેદનમાં, રેલ્વેએ કહ્યું કે કન્નુર-બેંગલુરુ એક્સપ્રેસમાં સવાર તમામ 2348 મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાની થઈ નથી. જો કે ટ્રેનનાં કોચ પાટા પરથી ઉતરી ગયા બાદ તેને ઠીક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરતાની સાથે જ તમામ મુસાફરો પરેશાન થઈ ગયા હતા.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી