બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટ હુમલો

બે દિવસ પહેલા યુએસ આર્મીએ દૂતાવાસ નજીક ફરતા ડ્રોનનો નાશ કર્યો

ઇરાકની રાજધાની બગદાદમાં આજે બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસમાં ત્રણ રોકેટ હુમલો થયો. ઇરાકની સેનાએ આ હુમલા અંગે માહિતી આપી છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા યુએસ આર્મીએ દૂતાવાસ નજીક ફરતા ડ્રોનનો નાશ કર્યો હતો. અગાઉ ઇરાકી એરબેઝ પર યુએસ આર્મીના જવાનો પર 14 રોકેટ હુમલો થયો હતો જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઇરાકની સાથે સીરિયામાં પણ યુએસ સેનાને નિશાન બનાવવામાં આવી રહી છે.

ગત મહિને પૂર્વી સીરિયામાં યુએસ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં સીરિયા-ઇરાક સરહદ પરના વિસ્તારોમાં ચાર ઇરાકી લડાકોને માર્યા ગયા બાદ યુએસ સેના અને ઈરાન સમર્થિત લડાકો વચ્ચે તણાવ વકરી રહ્યો છે. આ હુમલો તેનું પરિણામ છે.

મારોટ્ટોએ પછી ટ્વિટ કર્યું હતું કે, એન અલ-અસદ બેઝ પર રોકેટ હુમલો થયા પછી 100 ટકા જવાબ આપીશું. બે કર્મીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ” તેમણે કહ્યું કે નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઇરાકની સુરક્ષા દળો સાથે સંકળાયેલી સિક્યુરિટી મીડિયા સેલે જણાવ્યું હતું કે, મોબાઈલ રોકેટ લાંચરને લોટની થેલી ભરેલી ટ્રકમાં મૂકવામાં આવ્યો હતો અને બગદાદી ગામની નજીક મૂકવામાં આવ્યો હતો જ્યાંથી હુમલો કરવામાં આવ્યો હતો.

 15 ,  1