રોહિત શર્માને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો, આ ક્રમે પહોંચ્યો

ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમ્સન ફરી ટોચના સ્થાને

ભારતીય ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ICCએ હાલ જાહેર કરેલી ટેસ્ટ લેટેસ્ટ રેન્કીંગમાં ફાયદો થયો છે. રોહિત શર્મા વિશ્વના બેસ્ટ ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

જ્યારે બીજી બાજુ ગયા સપ્તાહે સાઉથહેમ્પટ્નમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ફાઈનલ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમસને શાનદાર વિજયી ઈંનિગ્સ રમી હતી પરિણામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ટેસ્ટ રેન્કિંગમાં ફરી ટોપ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નોંધનીય છે કે, કેન વિલિયમસન ફાઈનલ મેચમાં ભારત વિરુદ્ધ બંને ઈંનિગ્સમાં 49 અને 52 રન બનાવ્યા હતા જેન પગલે 901 અંક સાથે નંબર એક સ્થાન હાંસલ કર્યું છે. તેમજ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ 891 અંક સાથે બીજા ક્રમે છે જ્યારે ભારતીય ટેસ્ટ ટીમમા કપ્તાન ચોથી સ્થાને યથાવત છે.

 14 ,  1