રોહિત શર્મા વનડેનો કેપ્ટન તથા ટેસ્ટનો વાઈસ કેપ્ટન, ટેસ્ટ ટીમ જાહેર

વનડેમાં કેપ્ટન કોહલીનું પત્તું કટ…

T20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારે હવે BCCIએ રોહિત શર્માને ભારતીય વનડે ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. બીજી બાજુ રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા ટૂરથી ટેસ્ટ ફોર્મેટનો વાઈસ કેપ્ટન પણ પસંદ કરાયો છે. આ દરમિયાન ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ ફોર્મેટમાં વાઈસ કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેનું પત્તું પણ કપાઈ ગયું છે.

26 ડિસેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જેના માટે ઈન્ડિયન ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ સિરીઝમાં રોહિત શર્માને ટેસ્ટ ફોર્મેટનો વાઈસ કેપ્ટન પણ પસંદ કરાયો છે.

ટેસ્ટ ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કે એલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, આરજીંકીય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, અશ્વિન, રવિચંદ્રન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ

ટેસ્ટ સિરીઝની તારીખ

પહેલી ટેસ્ટઃ 26થી 30 ડિસેમ્બર, 2021 (સેન્ચુરિયન)
બીજી ટેસ્ટઃ 3થી 7 જાન્યુઆરી, 2022 (જોહાનિસબર્ગ)
ત્રીજી ટેસ્ટઃ 11થી 15 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)

વનડે સિરીઝની તારીખ

પહેલી વનડેઃ 19 જાન્યુઆરી, 2022 (પાર્લ)
બીજી વનડેઃ 21 જાન્યુઆરી, 2022 (પાર્લ)
ત્રીજી વનડેઃ 23 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી