દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી રોહિત શર્મા ‘OUT’

આ અમદાવાદી બેટરની થઈ પસંદગી….

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટેસ્ટ ટીમના નવા વાઈસ કેપ્ટન રોહિત શર્મા 3 મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મુંબઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્માના ડાબા પગના સ્નાયુમાં ખેંચાણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે રોહિત શર્માની જહ્યાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારત-A ટીમના કેપ્ટન પ્રિયંક પંચાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રોહિત શર્મા સાથી ખેલાડીઓ સાથે કરી રહ્યો હતો પ્રેક્ટિસ

વાઈસ કેપ્ટન રોહિત, અજિંક્ય રહાણે, રિષભ પંત, કે.એલ. રાહુલ અને શાર્દુલ ઠાકુર શરદ પવાર એકેડમીમાં નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન તેના પગમાં ઈજા થઈ હતી. રોહિત બારતીય ટીમ માટે મહત્વનો બેટ્સમેન છે. તે ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ ચૂકી ગયો હતો.

તાજેતરમાં પ્રિયાંક પંચાલે ભારત-Aનું દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિાયન 3 ટેસ્ટમાંથી 2 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેણે 96, 24 અને 0 રન બનાવ્યા હતા. પ્રિયંકનું નામ 2016-17ની રણજી સિઝનમાં ચમક્યું હતું. જેમાં તેણે તેણે 17 ઈનિંગ્સમાં 87.33ની એવરેજથી 1310 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 314 રન છે. જેના કારણે ગુજરાતે એકમાત્ર રણજી ટ્રોફી જીતી હતી. ગત વર્ષે પાર્થિવ પટેલની નિવૃત્તિ બાદ પ્રિયંક ગુજરાતનો કેપ્ટન બન્યો હતો.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી