ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણીમાં ‘હિટ-મેન’ ટીમની કમાન સંભાળશે

ભારતની ટી-20 ટીમની જાહેરાત, વિરાટને ‘વિરામ’

T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે શ્રેણી રમવાની છે જેને પગલે આજે સાંજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમને જાહેરાત કરી દીધી છે. 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 સીરિઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે તો કેએલ રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર અને ફાસ્ટ બોલર આવેશ ખાનને પહેલી વખત ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ હાર્દિક પંડયાને ડ્રોપ કરાયો છે. નોંધનીય છે કે, વિરાટે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે ICC T20 વર્લ્ડ કપ 2021 પછી ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે.

ટી-20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટની કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આરામ અપાયો છે.

‎ન્યૂઝીલેન્ડ સામે ભારતની ટી-20 ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), આર ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, આર પંત (ડબલ્યુસી), ઇશાન કિશન (ડબલ્યુસી), વેંકટેશ ઐયર, વાય ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, ડી ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.‎

ભારત-ન્યૂઝીલેન્ડ સીરિઝનું શિડ્યુઅલ

• 17 નવેમ્બર -પ્રથમ ટી-20 (જયપુર)
• 19 નવેમ્બર – બીજી ટી-20 (રાંચી)
• 21 નવેમ્બર – ત્રીજી ટી-20 (કોલકાતા)
• પ્રથમ ટેસ્ટ – 25-29 નવેમ્બર (કાનપુર)
• બીજી ટેસ્ટ – 3-7 ડિસેમ્બર (મુંબઈ)

 120 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી