રોહિત શેટ્ટીએ બોક્સઓફિસ પરના ક્લેશને અટકાવ્યો, જાણો શું છે મામલો

ઘણા વર્ષથી ઈદના દિવસે સલમાન ખાનની ફિલ્મ જ રિલીઝ થાય છે પરંતુ 2020ની ઈદ માટે ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ તેની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝની જાહેરાત કરી હતી. ત્યારબાદ સંજય લીલા ભણસાલીએ પણ સલમાન ખાન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ઈન્શાહઅલ્લાહ’ની રિલીઝ ડેટ 2020ની ઈદ જાહેર કરી હતી. પરંતુ ઈદ પર સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારત રિલીઝ થતી હોવાથી રોહિત શેટ્ટીએ તેની ફિલ્મની ડેટ બદલી છે, જાણવા મળ્યું છે કે બોક્સઓફિસ પરના મોટા ક્લેશને અટકાવવા રોહિત શેટ્ટીએ તેની ફિલ્મ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ બદલી છે. તેમજ રસપ્રદ વાત તો એ છે કે, રોહિત શેટ્ટીની ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત ખુદ સલમાન ખાને તેના ઓફિશિયલ ટ્વિટર પર કરી છે. સલમાન ખાને લખ્યું કે, ‘મેં હંમેશાં તેને મારા મોટા ભાઈ તરીકે માન્યો છે અને આજે તેણે તે સાબિત કર્યું. સૂર્યવંશી 27 માર્ચ, 2020ના રોજ રિલીઝ થશે.’

અગાઉ સંજય લીલા ભણસાલી અક્ષય કુમારને તેની ‘પેડમેન’ ફિલ્મની રિલીઝમાં ફેરફાર કરવા માટે મળ્યા હતા. સંજયે અક્ષયને વિનંતી કરી હતી, જેથી દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ‘પદ્માવત’ થિયેટર્સમાં ‘પેડમેન’ સાથે ન ટકરાય. અક્ષયે સંજયની વિનંતી સ્વીકારીને ‘પેડમેન’ની રિલીઝ ડેટ બદલી પણ હતી. હવે ફરીવાર અક્ષય કુમારે સંજય લીલા ભણસાલી માટે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલી છે. અગાઉ ’બાહુબલી‘ ફેમ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’, સંજય લીલા ભણસાલીની ‘ઈન્શાહઅલ્લાહ’ અને રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ 30 જુલાઈ, 2020ના ઈદના રોજ જ રિલીઝ થવાની હતી. પરંતુ હવે ‘સૂર્યવંશી’ ફિલ્મની રિલીઝ ડેટ બદલી ગઈ છે તેમ છતાં બે બિગ બજેટ ફિલ્મ ‘ઈન્શાહઅલ્લાહ’ અને ‘આરઆરઆર’ હજુ ટક્કરમાં છે.

 14 ,  1