રોહતક ગેંગરેપ કેસ મામલો, 9 આરોપીઓને મોતની સજા, ટ્રાયલ કોર્ટના નિર્ણય HCનું સમર્થન

પંજાબ હરિયાણા હાઇકોર્ટે 2015માં રોહતકમાં થયેલા સામુહિક દુષ્કર્મના સાત આરોપીઓની સજાની સામે અપીલને નકારતા તેમની સજાને યથાવત રાખી છે. એટલે કે 9 આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં ફાંસીની સજા પર હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ મામલે ચર્ચા દરમિયાન હરિયાણા સરકારે આ કેસની સરખામણી દિલ્હીના નિર્ભયા ગેંગ રેપથી કરતા જજમેન્ટની કોપી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

હાઇકોર્ટના જસ્ટિસ એ બી ચોધરી પર આધારિત ડિવિઝન બેંચે આ મામલે રેર ઓફ રેરેસ્ટ ગણતા આરોપીઓની મિલકત વેચીને સરકારે 50 લાખ રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે. તેમાંથી 25 લાખ રૂપિયા મૃતકની બહેનને આપવામાં આવશે અને 25 લાખ રૂપિયા સરકારી ખાતમાં જમા કરાવવામાં આવશે. આ મામલે હરિયાણા સરકાર જુલાઇ મહિનામાં તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં આપશે.

તમને જણાવી દઇએ, ફેબ્રુઆરી 2015માં એક નેપાળી યુવતી સામુહિક દુષ્કર્મનો ભોગ બની હતી. બાદમાં હવસખોરો ક્રુરતા પુર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ 8 આરોપીઓને આ મામલે દોષીત જાહેર કરી ધરપકડ કરી હતી. આરોપીઓને રોહતક કોર્ટે 21 ડિસેમ્બર 2015ના ફાંસીની સજા સંભળાવી હતી. તેમાંથી એક આરોપી સોમબીરે દિલ્હીમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે નેપાળી યુવતીના આ કેસને રેર ઓફ રેરસ્ટ ગણાવ્યો

 37 ,  3