ચોટીલામાં પણ રોપ-વે બનાવાશે – CM રૂપાણીની જાહેરાત

રોપ-વે માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

સૌરાષ્ટ્રમાં ગીરનાર પછી હવે જાણીતા ચોટીલા ડુંગર પર પણ રોપવે બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત કરી હતી. આજે જ મંજુરી આપી હોવાની મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ચોટીલા ખાતે મા ચામુંડાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. હવે આ મંદિરને પણ રોપ-વેનો લાભ મળશે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વેની સુવિધા છે. ત્યારે હવે ગુજરાતને વધુ એક રોપ-વે મળશે. જેને કારણે માતાજીના દર્શન કરવા વધુ સરળ બનશે.

નોંધનીય છે કે, ચોટીલા ખાતે મા ચામુંડાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. હવે આ મંદિરને પણ રોપ-વેનો લાભ મળશે. ગુજરાતમાં અત્યારે અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વેની સુવિધા છે. ત્યારે હવે ગુજરાતને વધુ એક રોપ-વે મળશે. 

 16 ,  1